કોંગ્રેસે PM મોદીને કહ્યાં ' આજના તુગલક'

રાહુલ ગાંધીએ નોટબંધીના નિર્ણયને ગણાવ્યો આંતકી હુમલા સમાન

નોટબંધીના ત્રણ વર્ષ પૂરા થતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. નોટબંધીને આતંકવાદી હુમલો ગણાવતાં તેમણે કહ્યું કે આ માટે જવાબદાર લોકોને સજા થવી જોઈએ. 8 નવેમ્બર,2016ના રોજ દેશને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, નોટબંધી આતંકવાદી હુમલાને ત્રણ વર્ષ વીતી ગયા છે, જેણે ભારતીય અર્થવ્યવસ્થાને તબાહી કરી દીધી, ઘણા લોકોના જીવ ગયા, ઘણા નાના વ્યવસાયો ખતમ થઇ ગયા અને લાખો ભારતીયોને બેરોજગાર બનાવી દીધા.

તેમણે હેશટેગ 'ડિમોનેટાઇઝેશન ડિઝાસ્ટર'નો ઉપયોગ કરીને કહ્યું કે આ દુર્ભાવનાપૂર્ણ હુમલા માટે જવાબદાર લોકોને કાયદા સમક્ષ લાવવાના બાકી છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ નોટબંધીને લઇ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું અને તેમને આજના તુગલક કહ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે સુલતાન મોહમ્મદ બિન તુગલકે 1330માં દેશના ચલણને અમાન્ય જાહેર કર્યું હતું. આજના તુગલકે 8 નવેમ્બર, 2016ના રોજ આવું જ કર્યું હતું.

તેમણે કહ્યું કે ત્રણ વર્ષ વીતી ગયા છે અને દેશને મુશ્કેલી પડી રહી છે કારણ કે અર્થવ્યવસ્થા સ્થગિત થઈ છે, રોજગાર છીનવાઇ ગયો છે. આતંકવાદ અટક્યો નથી, કે નકલી ચલણનો ધંધો બંધ થયો નથી. સુરજેવાલાએ પૂછ્યું કે આ માટે કોણ જવાબદાર છે.

યુથ કોંગ્રેસે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મુખ્યાલય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોબાળો જોઇને પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top