ફેસલે કી ઘડીઃ આજે આ મામલો નહીં ઉકેલાય તો શિવસેના તોડી શકે છે ભાજપ સાથે ગઠબંધન

મુખ્યમંત્રી અમારી પાર્ટીના જ હોવા જોઈએઃ શિવસેના

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે મુખ્યમંત્રી પદની વહેંચણીને લઈ તણાવ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો આ મામલાનો જલ્દી નિરાકરણ લાવવામાં નહીં આવે તો શિવસેના જલ્દીથી મહાયુતિથી અલગ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનાવવા માટે આ મોટો દાવ હશે.

સેના ભવન ખાતે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ પક્ષના નેતાઓની મહત્વપૂર્ણ બેઠક થઇ રહી છે. આ બેઠક પૂર્વે શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે કહ્યું હતું કે સીએમ શિવસેનામાંથી હોવા જોઈએ. અમે ઉદ્ધવ ઠાકરેના આદેશોની રાહ જોઇ રહ્યા છીએ. અમને ન કહે ત્યાં સુધી અમે હોટલમાં રોકાઈશું.

રાષ્ટ્રપતિ શાસનની કોશિશમાં ભાજપ

અહીં શિવસેનાએ સ્પષ્ટ કર્યું કે ભાજપ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન માટે પ્રયાસ કરી રહી છે. થોડા સમય પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે તેમની લડત ચાલુ રહેશે. જોકે, શિવસેનાના તમામ ધારાસભ્યો હજી હોટલમાં છે.

મોડી રાત્રે હોટેલ પહોંચ્યા હતા આદિત્ય ઠાકરે 

શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે ગુરુવારે મોડી રાત્રે મુંબઇની રંગ શારદા હોટલમાં પહોંચ્યા હતા. આ હોટલમાં શિવસેનાના ધારાસભ્યો રોકાયા છે. ધારાસભ્યોના ભંગાણના ડરથી શિવસેનાએ ગુરુવારે તેના ધારાસભ્યોને મુંબઇની રંગ શારદા હોટલમાં મોકલી દીધા હતા. શિવસેનાના ધારાસભ્યો આગામી બે દિવસ સુધી આ હોટલમાં રોકાશે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત 9 નવેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી છે. આ પછી રાજ્યપાલે બંધારણીય પાસાઓ પર વિચાર કરવો પડશે.

જયપુર જશે કોંગ્રેસના ધારાસભ્ય

કોંગ્રેસના ધારાસભ્ય નીતિન રાઉતે ઈન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે અમારા ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને પૈસાની ઓફર કરી છે. તે જ સમયે, સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં મહારાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોની બેઠક છે, ત્યારબાદ તેઓ જયપુર જશે.

ગડકરી મધ્યસ્થી માટે તૈયાર

આ તણાવ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે જરૂર પડે તો હું મધ્યસ્થી માટે તૈયાર છું. તેમણે કહ્યું કે અમે ક્યારેય શિવસેના સાથે મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે વાતચીત કરી નથી. અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદ માટે કોઈ વચન આપવામાં આવ્યું ન હતું. મુખ્યમંત્રી પદ તો ભાજપ પાસે રહેશે.

નીતિન ગડકરીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ સરકાર બનાવવામાં આવશે. અમે શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી અને અમે જ સરકાર બનાવીશું. તેમણે કહ્યું કે બાલા સાહેબના સમયે મુખ્યમંત્રી પદ ઉપર ઝઘડો થયો હતો, ત્યારબાદ અમે નક્કી કર્યું હતું કે જે વ્યક્તિ પાસે સૌથી વધુ ધારાસભ્યો હશે, સીએમ પદ તેમના ખાતામાં જશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top