'મહા' વાવાઝોડાનું સંકટ ટળ્યુ, 11થી 15 નવેમ્બર સુધી યોજાશે કાર્તિકી પૂર્ણિમાનો મેળો

સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્રની બેઠકમાં લેવાયો નિર્ણય

વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ત્યારે 'મહા' વાવાઝોડાને લઇને લાખોની સંખ્યામાં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આવતા યાત્રાળુઓને કોઇ જાનહાની ન થાય તે માટે આ વર્ષે મેળો મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડું દરિયામાં જ સમાઇ જતા સોમનાથ ટ્રસ્ટ અને તંત્રની બેઠક યોજાઇ હતી. જેમાં મેળો 11થી 15 નવેમ્બર સુધી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 63 વર્ષથી સોમનાથ ખાતે યોજાતો કાર્તિકી પૂનમનો મેળો આ વર્ષે 'મહા' વાવાઝોડાના ખતરાના કારણે રદ કરી દેવામાં આવ્યો હતો. જેને કરાણે લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓના દિલ તુટ્યા હતા.

પરંતુ ગઇ કાલે સાંજે સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્રની બેઠક યોજાઇ હતી. જેમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો 11થી 15 નવેમ્બર સુધી યોજાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

Share This:  

Recent Comments

Leave Comments

Top