OLX પર ખરીદ વેચાણ કરતા પહેલા ચેતી જજો, સુરતમાં બની ચોંકાવનારી ઘટના

ઘટનાનો પર્દાફાશ થતાં પોલીસ પણ થઇ ગઇ આશ્ચર્યચકિત

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઇલની દુકાન ચલાવતા યુવકે ધંધામાં ખોટ જતા OLX પર લોકોને છેતરવાનું શરૂ કરી દીધું. ભેજાબાજ યુવકની ટેકનીક જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. 

મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં મોબાઇલની દુકાન ચાલવતો અમિત હીરપરા નામના યુવકે ધંધામાં ખોટ જતાં શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે લોકો સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધુ. આ યુવક OLX પરથી મોબાઇલ વેચનારનો કોન્ટેક કરી ઓનલાઇન પેમેન્ટનો સ્ક્રિનશોટ બતાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. 

ફરિયાદીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે અમિતની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોલીસ સમક્ષ 5 ગુનાઓ આચર્યા હોવાની કબુલાત કરી હતી. 

તેણે પોલીસને જણાવ્યું કે, તેના મોબાઇલમાં એકસીસ બેંકની એપ્લીકેશન હતી. તેના ખાતામાં એક પણ રૂપિયો ન હોવા છતાં તે ગ્રાહકના દેખતા ઓનલાઈન પેમેન્ટ કરવાની એક્ટિંગ કરતો હતો અને ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું તેવો સ્ક્રીનશોટ બતાવી દેતો હતો. 

મહત્વની વાત એ છે કે, આ ભેજાબાજ આ પ્રકારનો સ્ક્રીનશોટનો ફોટો પહેલાથી જ બનાવીને મોબાઈલમાં લાવતો હતો, જેના કારણે મોબાઇલ વેચનાર વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી દેતો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top