નોટબંધીના વખાણ કરવા માટે આજે પણ સરકાર પાસે કોઈ આંકડા નહીં

નાના ઉદ્યોગોને નુકસાન, કાળુ નાણું કબજે કરવામાં સફળ કેવી રીતે રહી સરકાર?

આજે 8 નવેમ્બર છે, અને નોટબંધીની યાદો ફરી એકવાર તાજી થઈ ગઈ છે. 8 નવેમ્બર, 2016ના રોજ, રાત્રે 8 વાગ્યે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક 500 અને 1000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી. ખરેખર, નોટબંધીની આજે પણ ચર્ચા છે, કારણ કે દરેક ભારતીયને તેનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેન્દ્ર સરકારે ધીરે ધીરે નોટબંધીમાંથી પીછો છોડાવી દીધો. આખરે, સરકાર હવે કેમ નોટબંધીનો ઉલ્લેખ કરવા માંગતી નથી?

આ મુદ્દે, ઇન્ડિયા ટુડે હિન્દીના સંપાદક અંશુમન તિવારી કહે છે કે, ત્રણ વર્ષ પછી પણ સરકાર પાસે નોટબંધી વિશે કંઈ કહેવા માટે નથી. સરકાર દાવો કરી શકે છે કે નોટબંધીનું પગલું યોગ્ય હતું, પરંતુ સરકાર તેની સફળતા સંબંધિત કોઈ નક્કર ડેટા રજૂ કરવામાં નિષ્ફળ ગઈ છે.

નાના ઉદ્યોગોને ઉઠાવવું પડ્યું નુકસાન

ખરેખર દેશમાં લોકો નોટબંધીથી થતી સમસ્યાને ભૂલ્યા નથી. નોટબંધીની સૌથી મોટી અસર તે ઉદ્યોગો પર પડી જે મોટે ભાગે રોકડમાં હોય છે. મોટાભાગના નાના ઉદ્યોગો આમાં સામેલ છે. નોટબંધી દરમિયાન, આ ઉદ્યોગો માટે રોકડની અછત હતી. આને કારણે તેમનો ધંધો અટક્યો. લોકોની નોકરીઓ ગઈ.

આ કારણે કરવામાં આવી હતી નોટબંધી

નોટબંધી લાવવા માટે મોદી સરકારે અનેક કારણો આપ્યા. કાળા નાણાંને નાબૂદ કરવા, પરિભ્રમણમાં હાજર નકલી ચલણને દૂર કરવા અને નક્સલ પ્રવૃત્તિઓને રોકવા સહિત કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવાના ઘણા કારણો હતા. સરકારની દલીલ છે કે નોટબંધી પછી વેરાની વસૂલાત વધતી ગઈ છે અને કાળા નાણામાં વપરાયેલ નાણાં સિસ્ટમમાં આવી ગયા છે. પરંતુ આને લગતા કોઈ ડેટા ત્રણ વર્ષ પછી પણ બહાર આવ્યા નથી.

લગભગ 99.30 જૂની નોટ બેંકમાં થઈ જમા

આરબીઆઈના આંકડા કહે છે કે, નોટબંધી દરમિયાન બંધ થયેલી 500 અને 1000ની જૂની નોટોમાં 99.30 ટકા બેંકમાં પરત આવી હતી. જ્યારે તમામ નાણાં બેંકોમાં પરત આવે છે ત્યારે સવાલ ઉભો થાય છે કે સરકાર કાળુ નાણું કબજે કરવામાં કેવી રીતે સફળ રહી?

Share This:  

Recent Comments

Leave Comments

Top