હવે કાચા લાયસન્સ માટે નહીં જવું પડે RTO, વિદ્યાર્થીઓ ખાસ વાંચે

કમ્પ્યૂટર પરીક્ષા પાસ કર્યા બાદ આ જગ્યાએથી હાથોહાથ મળી જશે

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા RTO પરથી કામગીરીનું ભારણ ઘટાડવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કાચા લાયસન્સ માટેની કામગીરી RTOને બદલે ITIને સોંપી છે. જેનો અમલ આજથી શરૂ થઇ ગયો છે. 

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા બાદ રાજ્યની તમામ આરટીઓમાં લોકોની પડાપડી છે. રાજ્યની તમામ આરટીઓ કચેરી ખાતે લોકોની ભારે ભીડ રહે છે. ત્યારે સરકારે આરટીઓ કચેરી પરનું ભારણ ઘટાડી કાચા લાયસન્સ માટેની કામગીરી ITIને સોંપી છે. 

હવે સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓ માટે જાહેર કરેલી આઇટીઆઇમાં કાચા લાયસન્સની કમ્પ્યૂટર પરીક્ષા આપી શકાશે. કાચા લાયસન્સની કમ્પ્યૂટર પરીક્ષા પાસ કર્યા પછી આઇટીઆઇમાંથી હાથોહાથ કાચું લાયસન્સ મળી જશે

આ માટે લાયસન્સ દીઠ આઈ.ટી.આઈને 100 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે. 11 ઓક્ટોબરના રોજ આઈટીઆઈના આચાર્ય અને ઈન્સ્ટ્રક્ટરને તાલીમ આપવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમો લાગુ કરાતા દરેક આરટીઓ ઓફિસોમાં લોકોની ભારે ભીડ ઉમટેલી હોય છે. અનેક લોકોના કામ ખોરંભે ચઢેલા હોય છે. ત્યારે આરટીઓ પરથી કામનું ભારણ હળવુ થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે લર્નિંગ લાયસન્સ માટે આઈટીઆઈમાં જવુ પડશે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top