VIDEO: કરંટ લાગવાથી ઈજાગ્રસ્ત થયેલા બચ્ચાને લઈ વાંદરી હોસ્પિટલ પહોંચી, પછી...

મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાનો બનાવ

'છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના  થાય' આ કહેવત પર માણસની સાથે સાથે જાનવરો પણ ખરા ઉતરી રહ્યા છે. એક વાંદરાનું બચ્ચુ 11 કેવી હાઇટેશન લાઇનની ઝપેટમાં આવીને ઈજગ્રસ્ત થઈને જમીન પર પછડાયું હતું. વાંદરાના બચ્ચાની માં તેને છાતીએ લગાડીને આમ તેમ ભટકતી રહી. પણ તેને કોઈ મદદ ન મળી.

જ્યારે ત્યાં નજીકજ એક એનિમલ હોસ્પિટલ હતું. વાંદરી ત્યાં હોસ્પટિલના દરવાજા પાસે ઉભી રહીને આમ તેમ કોઇને પોતાની મદદ માટે ગોતી રહી હતી. પણ તેને કોઇ પણ મદદ કરવા વાળું મળ્યુ નહીં. 

દયનિય દ્રશ્યને ધણા લોકો જોતા હતા પણ કોઇ પણ વ્યકિતએ તેની મદદ કરી નહિ. છેવટે થોડી વારમાં તે બચ્ચુ તેની ખોળામાંથી પડી ગયું અને તેનું મોત નિપજ્યું. માણસ જાતને શર્મમા મુકી દે તેવો આ બનાવ મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં બન્યો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top