લાલ ડુંગળીના ભાવ તમારી આંખમાં લાવી શકે છે રાતા પાણી

છેલ્લા 3 મહિનામાં જથ્થાબંધ ડુંગળીના ભાવમાં ચાર ગણો વધારો

દેશમાં ડુંગળીના ભાવ વધતા જ જઈ રહ્યા છે. મહારાષ્ટ્રના લાસલગાંવ સ્થિત ડુંગળીના સૌથી મોટા બજારમાં તેની કિંમતોમાં જોરદાર ઉછાળ આવ્યો છે. જો કે સરકારે સતત વધતી આપૂર્તિના કારણે ભાવમાં ઘટાડાને લઈ ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ તેના મહજ બે દિવસ બાદ એટલે સોમવારે લાસલગાંવ મંડીમાં ડુંગળીની કિંમતો 10 ટકા વધી ગઈ છે.

આટલી વધી ડુંગળીની કિંમત

ડુંગળીની વધતી કિંમતોના કારણે જનતા પરેશાન છે. સોમવારે ડુંગળીના જથ્થાબંધ ભાવ 55.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. આ ચાર વર્ષનું ઉચ્ચત્તમ સ્તર છે. આ પહેલા ઓગસ્ટની શરૂઆતમાં તેની કિંમત 13 રૂપિયા હતી. છુટકમાં ડુંગળીની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 80 રૂપિયા થઈ ચૂકી છે.

120 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે ડુંગળીની કિંમત

ડુંગળીના ભાવ ઝડપથી 120 રૂપિયાના સ્તરે પહોંચી જશે. છૂટક બજારોમાં ડુંગળીની કિંમત 70થી 80 રૂપિયા વચ્ચે ચાલી રહી છે. વાત જો છેલ્લા ત્રણ મહિનાની કરીએ, તો આ સમય મર્યાદામાં જથ્થાબંધ વેચાણમાં ડુંગળીના ભાવમાં ચારઘણો વધારો દેખાયો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top