ISએ ગયા વર્ષે ભારત પર કર્યો હતો આત્મઘાતી હુમલાનો પ્રયાસઃ અમેરિકી રિપોર્ટ

અમેરિકાના જણાવ્યા પ્રમાણે દુનિયામાં હાલ ISISની 20 શાખાઓ એક્ટિવ

અમેરિકી સેનાએ ખુંખાર આતંકી સંગઠનના આકા અબુ બકર અલ-બગદાદીને ગયા મહિને ઠાર માર્યો. જો કે બગદાદીના મોત બાદ દુનિયા પરથી આ આતંકી સંગઠનનું જોખમ હજુ ટળ્યુ નથી. આ સંગઠન દુનિયાભારમાં પોતાનો પગ પેસારો કરી ચૂક્યું છે.

અમેરિકાનું કહેવું છે કે, દુનિયામાં આ સમયે આઈએસઆઈએસની 20 શાખાઓ રહેલી છે. ચિંતાની વાત તો એ છે કે તેની એક શાખા દક્ષિણ એશિયામાં પણ સક્રિય છે. જણે ગયા વર્ષે ભારત પર આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જાણકારી એક અમેરિકી અધિકારીએ પોતાના દેશના સાંસદોને આપી છે.

રાષ્ટ્રીય આતંકવાદ નિરોધ કેન્દ્રના કાર્યવાહક નિર્દેશક, રાષ્ટ્રીય ખાનગી વિભાગના નિર્દેશક કાર્યાલયના રસેલ ટ્રેવર્સે મંગળવારે કહ્યું કે વાસ્તવમાં આઈએસની તમામ શાખાઓમાં આઈએસઆઈએસ-કે (ખોરાસન) તે સંગઠન છે જે અમેરિકા માટે સૌથી વધારે ચિંતાનો વિષય છે. ભારતીય મૂળના સાંસદ મૈગી હસને એક સવાલના જવાબમાં આ વાત કહી.

હસને કહ્યું, 'આઈએસની તમામ શાખાઓ અને નેટવર્કમાંથી આઈએસઆઈએસ-કે એક એવી શાખા છે જે સૌથી વધારે ચિંતાનો વિષય છે. તેમાં 4,000 લડવૈયાઓ છે. તેઓએ અફગાનિસ્તાન બહાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ગયા વર્ષે તેઓએ ભારતમાં એક આત્મઘાતી હુમલો કરવાના પ્રયાસ કર્યા. જે અસફળ રહ્યા.' મેગી હસનને આઈએસઆઈએસ-કે દ્વારા આ વિસ્તારમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાની ક્ષમતા વિશે પૂછ્યું હતું.

Share This:  

Recent Comments

Leave Comments

Top