ટુ-વ્હીલર પર તો ઠીક, અહીં તો ઑફિસમાં પણ હેલ્મેટ પહેરે છે લોકો

વાત વિચિત્ર જરૂર લાગી શકે છે, પણ છે સાચી

તમે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને ચશ્મા અથવા ટોપી પહેરેલા જોયા હશે, પરંતુ તમે ક્યારેય ઑફિસમાં કામ કરતા કર્મચારીઓને હેલ્મેટ પહેરેલા જોયા છે? તમને આ વાત વિચિત્ર લાગી શકે છે, પરંતુ તે એકદમ વાસ્તવિકતા છે. ઉત્તર પ્રદેશના બાંડામાં સ્થિત વીજળી વિભાગની ઑફિસમાં આવું જ કંઈક જોવા મળે છે. અહીં કામ કરતા તમામ કર્મચારીઓ પણ ઑફિસની અંદર હેલ્મેટ પહેરેલુંરાખે છે.

ખરેખર, વીજળી વિભાગની આ ઑફિસની છતનું પ્લાસ્ટર ઘણીવાર તૂટી પડતું હોય છે. છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ આવી જ છે. આ જ કારણ છે કે અહીંના કર્મચારીઓને સલામતી માટે હેલ્મેટ પહેરીને કામ કરવાની ફરજ પડે છે, જેથી જો કોઈ અકસ્માત થાય તો તે પોતાને તેનાથી બચાવી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઑફિસમાં કામ કરતા કર્મચારીએ કહ્યું કે બિલ્ડિંગની હાલત ખરાબ છે, તે ગમે ત્યારે પડી શકે છે. આ અંગે અનેક વખત સંબંધિત અધિકારીઓને માહિતી પણ આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી સુનાવણી થઈ નથી.

જ્યારે, કર્મચારીઓના આ અનોખા વિચાર પર, વીજળી વિભાગના મુખ્ય ઇજનેર કે.કે. ભારદ્વાજે કહ્યું કે તેમને હેલ્મેટ પહેરીને ઑફિસમાં કામ કરવાની જાણ તેમને નથી, પરંતુ બિલ્ડિંગના જર્જરિત ભાગને બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top