બગદાદીની બહેનને તુર્કીએ સીરિયામાંથી પકડી

ઘણા રહસ્યો પરથી ઉઠી શકે છે પડદો

તુર્કીનું કહેવું છે કે, તેણે સોમવારે ઉત્તરીય સીરિયન શહેર અઝાઝથી યુએસની કાર્યવાહીમાં માર્યા ગયેલા આઈએસ માસ્ટર માઈન્ડ અબુ બકર અલ-બગદાદીની બહેનને પકડી લીધી છે. તેની સાથે તેના પતિ અને પુત્રવધૂની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તુર્કીના અધિકારીઓએ રોઇટર્સને આ માહિતી આપી હતી.

અધિકારીએ જણાવ્યું કે, બગદાદીની બહેનનું નામ રાનસ્મિયા અવાદ છે, જે 65 વર્ષની છે. દરોડા દરમિયાન તેને અજાઝની નજીકથી પકડવામાં આવી છે. જ્યારે તે પકડાઈ ત્યારે તેની સાથે તેના પાંચ બાળકો પણ હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમને આશા છે કે આઈએસઆઈએસની આંતરિક કામગીરી માટે બગદાદીની બહેન પાસેથી ગુપ્તચર માહિતી એકત્રિત કરી શકાય છે.'

ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર, રસ્મિયા આઈએસ સાથે પણ સંકળાયેલી હતી. તે આતંકી સંગઠનને ગુપ્ત માહિતી આપતી હતી. બાતમીના આધારે તુર્કીના અધિકારીઓએ તેને પકડી છે. બગદાદીની બહેન વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. આ કારણોસર, રોઇટર્સ કહે છે કે તે એ વાતની પુષ્ટિ કરી શકશે નહીં કે પકડાયેલી મહિલા બગદાદીની બહેન છે કે નહીં.

ગયા મહિને બગદાદી સીરિયનની ટનલમાં છુપાયો હતો. તેમણે કહ્યું કે ઘેરાયા પછી બગદાદીએ પત્ની અને બાળકો સાથે પોતાને ઉડાવી દીધો હતો. બગદાદીના મૃત્યુના અનેક અહેવાલો આવ્યા છે, પરંતુ તે પાછો જીવતો થઈ જતો હતો, પરંતુ ગુરુવારે આઈએસએ પોતે તેના આકાની હત્યાની પુષ્ટિ કરી હતી. સંગઠને ઑડિઓ ટેપ ઑનલાઇન જારી કરીને કહ્યું કે તેમના આકાની હત્યા કરવામાં આવી છે અને તે અમેરિકા સાથે ચોક્કસ બદલો લેશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top