કોન બનેગા કરોડપતિમાં પુછાયો રામાયણનો આ સવાલ

90 ટકા લોકોએ આપ્યો ખોટો જવાબ, તમને ખબર છે?

રામાયણના બધા પાત્રોનું પોત-પોતાનું અલગ જ મહત્વ ધરાવે છે અને બધા સાથે કોઈ ન કોઈ રોચક કથા જરૂર જોડાયેલી છે. તેમાંથી એક છે જટાયુ અને સંપાતી. કહેવામાં તો આ બંન્ને સગા ભાઈ પક્ષી ગરૂડના વંશજ કહેવાય છે, પરંતુ આ કોઈ સાધારાણ પક્ષી નથી, પરંતુ દિવ્ય શક્તિઓથી પરિપૂર્ણ હતા. અમિતાભ બચ્ચનના શો કોન બનેગા કરોડપતિમાં તેમની સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે દૂરંદ્રષ્ટિ રાખનારા ક્યા પક્ષીએ હનુમાનજીને આ જાણકારી આપી હતી કે રાવણે સીતાને બંધી બનાવીને લંકામાં રાખ્યા છે. આ પ્રશ્નનો જવાબ પ્રતિયોગીઓને નહોતો ખબર. 

પ્રજાપતિ કશ્યપ સાથે સંબંધ

રામાયણમાં બે વિશાળકાય ગિદ્ધ પક્ષીઓ જટાયુ અને સંપાતીના ચરિત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ બંન્ને અરૂણના પુત્ર હતા. પૌરાણિક કાળમાં કશ્યપ પ્રજાપતિ વિનતાના બે પુત્ર થયા હતા, ગરુડ અને અરૂણ. ગરુડજી વિષ્ણુજી પાસે ગયા અને અરૂણ સૂર્યદેવના સારથી બની ગયા. સંપાતી અને જટાયુ એ જ અરૂણના પુત્ર હતા. આ બંન્ને ભાઈ ઋષિ નિશાચરની સેવા કરતા હતા અને અસુરોથી યજ્ઞોની રક્ષા કરતા હતા.

આ રીતે સળગી ગઈ સંપાતીની પાંખો

એક દિવસે આ બંન્ને ભાઈઓને પોતાની શક્તિ પર ઘમંડ થઈ ગયો અને તેઓએ સૂર્યને પડકાર આપ્યો. તાકાતના નશામાં બંન્નેએ ઉંચી ઉડાણ ભરી અને સુર્યને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. સૂર્યના અસહનીય તેજના કારણે જટાયુની પાંખો સળગવા લાગી તો સંપાતીએ તેને પોતાની પાંખોની નીચે કરી લીધા. પરંતુ આવું કરવાથી સંપાતીની પાંખો સળગી ગઈ. તે ચેતનાશૂન્ય થઈને સમુદ્રના કિનારે પડી ગયા. જટાયુ પણ બેભાન થઈને વિન્ધ્યાચલ પર્વત પર જઈને પડ્યા. બંન્ને ભાઈ છુટા પડી ગયા.

જટાયુની ભગવાન રામ સાથે મુલાકાત

જ્યારે માતા સીતાને શોધવા માટે શ્રી રામ ભાઈ લક્ષ્મણ સાથે નિકળ્યા તો રસ્તામાં તેમને જટાયુ મળ્યા. તેઓએ શ્રી રામને બધી કહાની સંભળાવી કે કેવી રીતે રાવણ સીતાનું હરણ કરીને લઈ ગયો. આવું કહીને જટાયુ જે છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા, પ્રભુ રામના ખોળામાં માથુ મુકીને તેમના પ્રાણ નિકળી ગયા અને તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ.

Share This:  

Recent Comments

Leave Comments

Top