આ 5 આદતોના કારણે માં લક્ષ્મી રહે છે તમારાથી નારાજ

સફળ થવા માટે આજથી જ છોડી દેજો આ કુટેવો

વ્યક્તિ અથાગ મહેનત કરે છે તો પણ ક્યારેક-ક્યારેક તેને તેની મહેનત પ્રમાણે પરિણામ નતી મળતુ અને તે આર્થિક મુશ્કેલીઓ સામે લડતો રહે છે. ધાર્મિક કથાઓના અનુસાર ધનના દેવી માં લક્ષ્મીને માણસોની કેટલીક આદતો બિલકુલ પસંદ નથી. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિઓમાં આ 5 આદતો છે દેવી લક્ષ્મી તેમના જીવનમાં ક્યારેય પ્રવેશ નથી કરતી.

સવારે મોડું ઉઠવું

માં લક્ષ્મીને તે વ્યક્તિ બિલકુલ પણ પસંદ નથી જે મોડા ઉઠે છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે સવારે સમયે ઉઠી જવું જોઈએ.

ડરતા-ડરતા કાર્ય કરવું

કોઈ પણ વ્યક્તિએ ક્યારેય ડરતા ડરતા ક્યારેય કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ, કેમ કે ડરીને કાર્ય કરવાથી ક્યારેય સફળતા નથી મળતી. માં લક્ષ્મીને પણ તે લોકો પસંદ આવે છે, જે નિડરતા સાથે પોતાનું કાર્ય પુરુ કરે છે.

આળસ કરવી

આળસ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. આળસના કારણે જીવનમાં ક્યારેય પણ સફળતા નથી મળતી. દેવી લક્ષ્મી પણ તેમના પર કૃપા કરે છે, જે આળસ નથી કરતા.

ક્રોધ કરવો

ક્રોધ વ્યક્તિની વિચારવાની સમજવાની શક્તિને ખતમ કરી નાખે છે. ક્રોધના કારણે આપણું મન પણ અશાંત થઈ જાય છે અને અશાંત મનમાં ક્યારેય પણ ભગવાનનો વાસ નથી થતો. જે વ્યક્તિ ક્રોધ કરે છે, માં લક્ષ્મી તેમનાથી દૂર જ રહે છે.
 
અધૂરા કાર્ય કરવા

માં લક્ષ્મીને તે લોકો બિલકુલ પણ નથી પસંદ જે અધૂરા-અધૂરા કાર્ય કરે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top