Dhanteras 2019:  ધનતેરસના દિવસે ખરીદો આ ચીજ, ઘરમાં થશે પૈસાનો વરસાદ

શુભ-લાભ માટે માનવામાં આવે છે ખુબ જ મહત્વની

ધનતેરસના દિવસે બજારમાંથી કંઈક ને કંઈક નવી ચીજો ખરીદીને લાવવાની પ્રથા ચાલી આવી રહી છે. આ ધનતેરસની ખરીદી કરતી વખતે આ 10 ચીજોને યાદ રાખવી અતિઆવશ્યક છે.

ધાણા

ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદીને લાવો અને લક્ષ્મી પૂજાના સમયે તેની પણ પૂજા કરો. દીપાવલી પૂજન બાદ ઘરના આંગણામાં કે કુંડામાં તેને નાખી દો કેમ કે તેને ધનદાયક માનવામાં આવે છે.

ગણેશ લક્ષ્મીની મૂર્તિ

ગણેશ લક્ષ્મીની મૂર્તિઓને ધનતેરસના દિવસે ઘરે લાવવાથી ધન સંપત્તિ બની રહે છે.

સોના-ચાંદી

ધનતેરસના દિવસે સોના ચાંદી અને ધાતુનો સામાન ખરીદવાથી ઘરમાં સદૈવ લક્ષ્મી બની રહે છે.

ચણોઠી

ધનતેરસના દિવસે ઘરમાં ચણોઠી લાવવાથી ધનપ્રાપ્તિના દ્વાર ખુલી જાય છે. લક્ષ્મી પૂજનના સમયે પણ તેને પૂજામાં રાખવામાં આવે છે.

કોડી

કોડીઓને ઘરમાં રાખવાથી તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી રહેતી. પૂજન બાદ આ કોડીઓને લાલ કપડામાં બાંધીને તિજોરી કે ધનવાળા સ્થાન પર રાખવાથી ધનની કમી ક્યારેય નથી થતી.

શંખ

શંખને ઘરમાં લાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.

સાવરણી

સાવરણીથી નકારાત્મક શક્તીઓ ઘરમાંથી બહાર જશે અને સાફ સુથરા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે.

મીઠું

આ દિવસે મીઠું ખરીદીને લાવવાથી વર્ષ દરમિયાન ધનનો અભાવ નથી થતો અને સુખ સમૃદ્ધિ ઘરમાં જ ટકી રહે છે.

શ્રીયંત્ર

લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે સ્ફટિકનું શ્રીયંત્ર ઘરે લાવો અને પૂજા બાદ આ શ્રીયંત્રને કેસરીયા કપડામાં બાંધીને તીજોરી કે ધન સ્થાન પર મુકી દો, તેનાથી સદાય ત્યાં બરકત બની રહેશે.

હાથા જોડી

ધન પ્રાપ્તિ માટે હાથા જોડીને પણ શુભ માનવામાં આવે છે.

નોંધઃ આ લેખ ફક્ત લોકમુખે કહેવાતી માન્યતાઓના આધારે લખવામાં આવ્યો છે, તેના સાતત્યની અમે કોઈ ખાતરી આપતા નથી.

Share This:  

Recent Comments

Leave Comments

Top