CBSE: ધો-10 અને 12ની પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓ માટે આવી મહત્વપૂર્ણ સૂચના

બોર્ડે દરેક શાળાઓને મોકલી માહિતી

CBSEએ વિદ્યાર્થીઓને 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ સંબંધિત જરૂરી માહિતી શેર કરી હતી. બોર્ડે શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર એનસીઇઆરટી પુસ્તકનો અભ્યાસ કરવાની અપીલ કરી છે. બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરીક્ષા માટે આપેલા અભ્યાસક્રમને પણ અનુસરો.

CBSEને કેમ જાહેર કરવી પડી આ સૂચના

CBSEના ધ્યાનમાં આવ્યું છે કે NCERT પુસ્તકોમાં કેટલીક જગ્યાએ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 'તે ભાગ મૂલ્યાંકન માટે નથી'. એટલે કે, પરીક્ષામાં આમાંથી કોઈ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં. આવી માહિતી એનસીઇઆરટી પુસ્તકોમાં બનેલા અનેક બોક્સમાં પણ કરાઈ છે. જેનાથી બાળકોમાં મૂંઝવણ સર્જાઈ રહી છે કે શું આને લગતા પ્રશ્નો પરીક્ષામાં આવશે કે કેમ. તેના પર સીબીએસઇએ સ્પષ્ટ કર્યું છે કે બાળકોએ આખો અભ્યાસક્રમ વાંચવો અને પુસ્તકોનો કોઈ ભાગ છોડવો નહીં.

બોર્ડે જરૂરી સૂચના શેર કરીને જણાવ્યું કે, ખાસ કરીને CBSEની બોર્ડની પરીક્ષાઓ માટે NCERTનો સંપૂર્ણ અભ્યાસક્રમ જરૂરી છે. આ આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. તેથી બોર્ડે વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપી છે. બોર્ડે સ્કૂલોને પણ સૂચના આપી કહ્યું છે કે તેઓ 10 અને 12ના અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને જરૂર ભણાવે.

CBSEના પરીક્ષક નિયામક ડો.સંયમ ભારદ્વાજ દ્વારા આ અંગે તમામ શાળાના આચાર્યોને માહિતી મોકલવામાં આવી છે. શાળાઓ અને વિદ્યાર્થીઓને સીબીએસઈ વેબસાઇટ પર ઉપલબ્ધ દસમા અને બારમા વર્ગના અભ્યાસક્રમોનો સંદર્ભ લેવા સલાહ આપવામાં આવી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top