બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાંથી બહાર થઈ શકે છે વિરાટ કોહલી

આ ખેલાડીને મળશે ટીમની કમાન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર ક્રિકેટમાંથી આરામ લઈ શકે છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે હોમ ગ્રાઉન્ડ પર ટી -20 સિરીઝ રમવાની છે. આ દરમિયાન મીડિયા અહેવાલો અનુસાર વિરાટ કોહલી આગામી સિરીઝમાં આરામ કરી શકે છે.

વિરાટે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝના છેલ્લા બે તબક્કામાં આરામ લીધો હતો. ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ, આઈપીએલ, વર્લ્ડ કપ, વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ અને ત્યારબાદ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ રમી છે.

હવે 3 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ટી 20 સિરીઝમાં વિરાટ આરામ કરી શકે છે, તેવી સ્થિતિમાં ફરી એક વાર ટીમની કમાન રોહિત શર્માના હાથમાં આપી શકાય છે.

બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે ટીમની ઘોષણા 24 ઓક્ટોબરે કરવામાં આવશે, તે સમયે ગાંગુલી પણ બીસીસીઆઈના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી લેશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top