સામાન્ય વ્યક્તિ તરીકે કરતારપુર આવશે મનમોહનસિંહ

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કર્યો દાવો

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ દાવો કર્યો છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. જો કે, તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે નહીં.

એક પાકિસ્તાની ટીવી ચેનલ પર કુરેશીએ કહ્યું, 'મેં ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ મોકલ્યું છે. હું તેમનો આભારી છું કે તેમણે મને પત્ર લખતાં કહ્યું કે હું મુખ્ય મહેમાન તરીકે નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિ તરીકે આવીશ.' કુરેશીએ વધુમાં કહ્યું કે, મનમોહનસિંહ ભલે એક સામાન્ય વ્યક્તિ તરીકે આવે તો પણ અમે તેમનું સ્વાગત કરીશું

Share This:  

Recent Comments

Leave Comments

Top