રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં લો-પ્રેશર ફરી સક્રિય

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અમરેલી, ભાવનગર, નવસારી અને જૂનાગઢમાં વાતાવરણનો પલટો આવ્યો છે. 

અરબી સમુદ્રમાં લો-પ્રેશર ફરી સક્રિય થતાં રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ડાંગ, દમણ, નવસારી, જૂનાગઢ, સુરત, ભાવનગર, સુરત, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તેમજ ભારે ગાજ વીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીના પગલે જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. 

Share This:  

Recent Comments

Leave Comments

Top