Dhanteras 2019: 25 ઓક્ટોબરે ધનતેરસ

આ દિવસે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ

દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર આવે છે. 25 ઓક્ટોબરે ધનતેરસનો તહેવાર છે. ધનતેરસે શુભ ખરીદી અને શુભ કામની શરૂઆત કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસે લક્ષ્મી અને કુબેરની પૂજા કરી જીવનમાં સુખ- સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

ધનતેરસે નવી ચીજો ખરીદવાની પ્રથા છે. આ દિવસે અનેક ચીજોને બજારમાંથી ખરીદીને દિવાળીના દિવસે તેની પૂજા થાય છે. પરંતુ કેટલીક ચીજો એવી હોય છે જેને ધનતેરસના દિવસે ખરીદવી અશુભ માનવામાં આવે છે. આવો જાઈએ ધનતેરસના દિવસે કઈ ચીજોને ન ખરીદવી જોઈએ.

લોખંડની ચીજો

ધનતેરસ પર લોખંડથી બનેલી ચીજો ખરીદવી ન જોઈએ. આ દિવસે લોખંડથી બનેલી ચીજો ઘરે લાવવા પર રાહુ ગ્રહની અશુભ છાયા પડી જાય છે. રાહુની નજર પડતા જ મુશ્કેલીઓ વધવા લાગે છે.

કાચનો સામાન

કાચના સામાનનો સંબંધ પણ રાહુ ગ્રહ સાથે હોય છે માટે ધનતેરસના દિવસે કાંચની ચીજો ન ખરીદવી જોઈએ.

લોખંડ ઉપરાંત અલ્યુમિનિયમનો સામાન પણ ધનતેરસના દિવસે ન ખરીદવો જોઈએ. તેનો સંબંધ પણ રાહુ સાથે હોય છે.

ધનતેરસના દિવસ કાળા રંગના કપડા કે આભૂષણો ન ખરીદવા જોઈએ. કાળો રંગ દુર્ભાગ્યનો રંગ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે તેલ કે તેલના ઉત્પાદનો જેમ ઘી, રિફાઈન્ડ વગેરે લાવવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ધનતેરસ પર દીવા પ્રગટાવવા માટે તેલ અને ઘી ની જરૂરિયાત પડે છે માટે આ ચીજો પહેલાથી જ ખરીદીને મુકી દો.

Share This:  

Recent Comments

Leave Comments

Top