થરાદની દેના બેંકમાં લાગી ભીષણ આગ

લાખો રૂપિયા, ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ

થરાદમાં આવેલી દેના બેંકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયાની રોકડ સહિત ફર્નિચર અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

મળતી મહિતી અનુસાર, આજે વહેલી સવારે થરાદની દેના બેંકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં બે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. 

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખી બેંકને ઝપેટમાં લેતા મોટું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યુ હતું. શોર્ટ સર્કિટથી આગ લાગતા ઓફીસનું તમામ ફર્નિચર, ઇલેક્ટ્રીક ઉપકરણો, ડોક્યુમેન્ટ સહિત રોકડ રકમ બળીને ખાખ થઇ ગયું હતું. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. ઘટનાની જાણ થતાં બેંક કર્મચારી એન મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top