કોંગ્રેસના આ દિગ્ગજ નેતા પણ ધારણ કરશે ભાજપનો ખેસ

નામ જોઈને તમને પણ થશે આશ્ચર્ય

 થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા માવજી પટેલે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. થરાદના પૂર્વ ધારાસભ્ય આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપનો ખેસ ધારણ કરશે. 

થરાદ વિધાનસભાની પેટીચૂંટણીના પ્રચારના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી રૂપાણી ભાજપના ઉમેદવાર જીવરાજ પટેલના સમર્થનમાં સભા ગજવશે. આ કાર્યક્રમમાં ભાજપના મંત્રીઓ, સાંસદ સહિત મોટી સંખ્યમાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ સભામાં કોંગ્રેસના નેતા માવજી પટેલ સત્તાવાર રીતે મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે.

સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા માવજી પટેલ નારાજ થયા હતા. જેને લઈને તેઓ પક્ષપલટો કરી રહ્યા છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top