ડિપ્થેરિયાની બીમારીથી ધાનેરામાં 4 બાળકોના મોત

આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ગાંધીનગરની ટીમે કરી બેઠક

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ડિપ્થેરિયાની બીમારીથી 4 બાળકોના મોત થતાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. ધાનેરા આરોગ્ય વિભાગ દ્રારા તપાસ કરતા ડિપ્થેરિયા બીમારીના 14 કેસ સામે આવ્યા હતાં. જેમાંથી 4 બાળકોના મોત નિપજ્યા છે. 

ડિપ્થેરિયાની બીમારીને કારણે 4 બાળકોના મોત નીપજતા ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ ધાનેરા પહોંચી હતી અને આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. 

બેઠક દરમિયાન ધાનેરા તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, ધાનેરાના સરાલ-વીડ ગામે ડિપ્થેરિયાના કારણે 1 બાળકનું મોત નિપજ્યું હતું. આ બાબતને ધ્યાને લઇને તપાસ કરતા ડિપ્થેરિયા બીમારીના વધુ 14 કેસો સામે આવ્યા હતા. જેમાંથી 4 બાળકોના મોત થયા છે.

શું છે ડિપ્થેરિયા ?

ડિપ્થેરિયા એક બેક્ટેરિયલ ઈન્ફેક્શન છે. તે સામાન્ય રીતે નાક અને ગળાના પાતળાં પારદર્શક પડને અસર કરે છે. આ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે ગળામાં સોજો, તાવ અને ખાતી વખતે ગળવામાં તકલીફ આવવી જેવી સમસ્યાઓ થાય છે.

ડિપ્થેરિયા એ એક ચેપી રોગ છે એટલે કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે, જે બેક્ટેરિયા અને સુક્ષ્મસજીવોના કારણે થાય છે. તે કોરીનેબેક્ટેરિયમ ડિપ્થેરિયા તરીકે ઓળખાય છે. જો કે, અન્ય ઘણા કારણો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. આ બેક્ટેરિયા અમુક પ્રકારનું ઝેર પેદા કરે છે, જે ઘણી શારીરિક સમસ્યાઓનું કારણ બને છે.

કેટલાક સંશોધનમાં આ પ્રકારની વાત સામે આવી છે કે ડિપ્થેરિયા સામાન્ય રીતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. તેના પ્રારંભિક લક્ષણો સામાન્ય શરદી તરીકે જોવામાં આવે છે. પરંતુ જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો જો તે ગંભીર સ્થિતિમાં આવવા પર આ નર્વસ સિસ્ટમ અને હાર્ટ ફેલ્યોરનું કારણ પણ બની શકે છે. જ્યારે નિષ્ણાતો ડિપ્થેરિયાનો ટેસ્ટ કરે ત્યારે તેઓ દર્દીની સ્થિતિ અનુસાર તેમને એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને એન્ટિ-બાયોટિક્સ આપે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top