ધોરણ-10ના કોઇપણ વિષયમાં આ પદ્ધતિથી નહીં પૂછાય પ્રશ્નો

રિપિટર વિદ્યાર્થીઓને જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપવાની છૂટ

ગાંધીનગરઃ રાજ્યમાં માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડની પરીક્ષા માટેની એક માર્ગદર્શિકા બોર્ડ દ્રારા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે ધોરણ-10ના કોઇપણ વિષયમાં OMR પદ્ધતિથી પ્રશ્નો પૂછાશે નહીં. વિદ્યાર્થીઓએ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, હવે ધોરણ-10ના કોઈપણ વિષયમાં OMR પદ્ધતિથી પ્રશ્નો પૂછાશે નહીં. વિદ્યાર્થીઓ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 80 ગુણના પ્રશ્નો લખવાના રહેશે. જ્યારે 20 ગુણ સ્થાનિક કક્ષાએ આપ્યા છે. જેને 5 અલગ અલગ ભાગમાં વહેચવામાં આવ્યા છે. 

જ્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે રિપિટર વિદ્યાર્થીઓને જૂના કોર્સ પ્રમાણે પરીક્ષા આપવાની છૂટ આપી છે. પરંતુ રિપિટર વિદ્યાર્થીઓએ પણ 80 ગુણની જ પરીક્ષા આપવાની રહેશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top