16 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે Redmi Note 8 Pro

જાણો, આ સ્માર્ટફોનની સ્પેસિફિકેશન

ચીની સ્માર્ટફોન કંપની  Xiaomiએ ભારતમાં આજે  Redmi 8 લોન્ચ કર્યો છે. તેની પ્રારંભિક કિંમત 7999 રૂપિયા છે. આ સાથે કંપનીએ સંકેત આપ્યો છે કે Redmi Note 8 Pro ભારતમાં 16 ઓક્ટોબરના રોજ લોન્ચ થઈ રહ્યો છે. લોન્ચિંગ દરમિયાન કહેવામાં આવ્યું છે કે આ મહિનાની 16 તારીખે 64MP  ક્વાડ કેમેરા બીસ્ટ લોન્ચ કરવામાં આવી રહ્યો છે.

ઓગસ્ટમાં કંપનીએ ચીનમાં Redmi Note 8 Pro લોન્ચ કર્યો હતો અને આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં  MediaTek Helio G90T  પ્રોસેસર આપવામાં આવ્યું છે. 

તહેવારની સિઝનમાં Xiaomiના સ્માર્ટફોન ખૂબ વેચાઇ રહ્યા છે. તાજેતરમાં જ કંપનીએ દાવો કર્યો છે કે DiwaliWithMi સેલ દરમિયાન 50 લાખથી વધુ Xiaomi  ડિવાઈસ વેચાયા છે. હવે કંપની ભારતમાં દિવાળી પહેલા Redmi Note 8 Pro લોન્ચ કરી રહી છે. 

Redmi Note 8 Pro Xiaomiનો પહેલો 64 મેગાપિક્સલનો ક્વાડ કેમેરો સેટઅપ સ્માર્ટફોન છે. આ માટે કંપનીએ Samsung GW1 સેન્સરનો ઉપયોગ કર્યો છે. ભારતમાં Realme XT પણ લોન્ચ થઇ ગયો છે, જેમાં 64 મેગાપિક્સલનો સેન્સર છે. આ બંને સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા કરે તેવી અપેક્ષા છે.

Redmi Note 8 Proના સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.53 ઇંચની ફુલ એચજી પ્લસ એલસીડી ડિસ્પ્લે છે. આ સ્માર્ટફોનમાં 2GHz નું MediaTek Helio G90T  પ્રોસેસર છે. આ પ્રોસેસરને ગેમિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.Redmi Note 8 Pro માં 8GB રેમ સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. તેની બેટરી 4,500mAh છે અને તે 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી માટે 20 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top