જામનગરમાં ડેન્ગ્યુંના આંતકથી લોકોમાં ડર

જી.જી હોસ્પિટલ ખાતે યોજાઈ ડેન્ગ્યું નિયંત્રણ બેઠક

જામનગરમાં ડેન્ગ્યુંના આંતકથી લોકો ફફડી રહ્યા છે. ત્યારે જીજી હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ડેન્ગ્યું નિયંત્રણ માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા ડેન્ગ્યું નિયંત્રણની જિલ્લા તંત્ર દ્વારા થયેલી કામગીરીની સમિક્ષા કરાઈ હતી

જામનગરની જી.જી.હોસ્પીટલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠાના રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા અને શહેરમાં રોગચાળાની પ્રવર્તમાન પરિસ્થિતી અને ડેન્ગ્યું તાવના વધતા રોગને નાથવા અને નાબુદ કરવા ડેન્ગ્યું નિયંત્રણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી દ્વારા ડેન્ગ્યું નિયંત્રણની જિલ્લા તંત્ર દ્વારા થયેલી કામગીરીની સમિક્ષા કરાઈ તેમજ ગાંધીનગરના વાયરોલોજી ડિપાર્ટમેન્ટના એડીશનલ ડાયરેકટર ડૉ.જેશલપુરા અને રાજકોટના રીજીયોનલ ડે.ડાયરેકટર ડૉ.રૂપાલી મહેતા દ્વારા ડેન્ગ્યુંને નાથવા શું પગલા લઈ શકાય તેમજ ક્યાં પ્રકારની કામગીરી થકી જિલ્લાને રોગ મુક્ત કરી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અહિં ઉપસ્થિત પત્રકાર મિત્રો દ્વારા રોગચાળાને અટકાવવા લોકોમાં સાવચેતીના પગલાંઓનો વધુમાં વધુ વ્યાપ થાય તે માટે જામનગરના તમામ પત્રકાર મિત્રો સાથે નિષ્ણાંતો અને વહિવટીતંત્રના પદાધિકારીઓ સાથે સંવાદ પણ યોજવામાં આવેલો હતો. આ તકે રાજ્યમંત્રીએ જી.જી.હોસ્પીટલ ખાતે દાખલ થયેલા ડેન્ગ્યુંના દર્દીઓની મુલાકાત લીધી હતી તેમજ કોઈ પણ પ્રકારની મદદ માટે તત્પરતા દાખવી હતી. રાજ્યમંત્રીની સંવેદનશીલતા અને તત્પરતા બદલ દર્દીઓએ આભાર માન્યો હતો.

Share This:  

Recent Comments

Leave Comments

Top