મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી દિવાળીની ભેટ

50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 65 લાખ પેન્શનરોને થશે ફાયદો

દિવાળી પહેલા મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારના પ્રધાનમંડળે કેન્દ્રીય કર્મચારીઓના દૈનિક ભથ્થા (ડીએ) વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધીને 17 ટકા થઈ ગયું છે. જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે મંત્રીમંડળના નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વધેલા ભથ્થાની રકમ જુલાઈ 2019થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે. તે જ સમયે, આ નિર્ણયને કારણે સરકારી તિજોરી પર 16 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજ આવી શકે છે.

બીજી વખત વધ્યું મોંઘવારી ભથ્થું 

પાછલા વર્ષમાં આ બીજી વખત છે જ્યારે મોંઘવારી ભથ્થું વધ્યું છે. મોદી સરકારે તેમના પ્રથમ કાર્યકાળના છેલ્લા મહિનામાં કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું વધારીને 12 ટકા કરી દીધું હતું. અગાઉ, મોંઘવારી ભથ્થું 9 ટકા હતું. ત્યારે સરકારે કહ્યું હતું કે આ નિર્ણયથી દેશના તિજોરી પર 9168.12 કરોડનો વધારાનો બોજો પડશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top