108ની બેદરકારીને કારણે CMના માસિયાઈ ભાઈનું મૃત્યુ

CM રૂપાણીએ કલેક્ટરને તપાસ કરવાની આપી સૂચના

ઘણી વખત સામાન્ય લોકોને 108 સેવાની બેદરકારીનો અનુભવ થતો હોય છે. ત્યારે 108ની સેવાની બેદરકારીને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણીના માસીના દિકરાનું મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે રહેતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના માસીયાઈ ભાઈ અનિલભાઈ સંઘવીને શ્વાસની તકલીફ થતા તેમના પરિવારે 108ને ફોન કર્યો હતો. 

અનિલભાઈના પુત્ર ગૌરાંગભાઈએ જણાવ્યું કે, શરૂઆતની 15-20 મિનિટ 108નો ફોન સતત વ્યસ્ત આવ્યો હતો અને ત્યારબાદ લેન્ડલાઇનમાંથી ફોન લાગ્યો હતો. જોકે ચર્ચા પ્રમાણે ઓપરેટરેની ગેરસમજના કારણે 108ની ગાડી સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના બદલે ઇશ્વરિયા ગામ સુધી પહોંચી ગઇ હતી. જેને કારણે ટાઈમસર હોસ્પિટલ ન પહોંચતા દર્દી અનિલભાઈનું મૃત્યુ થયું હતું.

તપાસની સૂચના 

મુખ્યમંત્રી તેમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર 10 ખાતે પહોંચ્યા ત્યારે સમગ્ર હકીકત ગૌરાંગભાઈ દ્રારા મુખ્યમંત્રીને જણાવવામાં આવી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી દ્રારા કલેક્ટરને તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top