અંડર એજ બાળકોને વાહન આપતા પહેલા 100 વખત વિચારજો

ટ્રાફિક પોલીસે આજથી શરૂ કરી એક ખાસ ડ્રાઈવ

ટ્રાફિક પોલાસ દ્રારા આજથી એક ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં જો કોઇ અંડર એજ બાળક વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂ.2 હજારનો દંડ વસુલવામાં આવશે.

ટ્રાફિક ડીસીપીએ જણાવ્યુ કે, સ્કૂલ, કોલેજ કે ટયૂશનમાં વાહન લઇને જતા અંડર એજ બાળકોને વાહન આપતા માતા-પિતા ચેતજો. આજથી જો કોઈ અંડર એજ બાળક વાહન ચલાવતું પકડાશે તો તેની પાસેથી રૂ 2000નો દંડ વસૂલવામાં આવશે. આવી સ્થિતિમાં કોઈ બાળક કે તેના માતા-પિતા ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરશે તો તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે અને વાહન ડિટેઈન કરવામાં આવશે તથા માતા-પિતાને 3 વર્ષની સજા અને રૂ.25 હજાર દંડ ભરવો પડશે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, સવારે સ્કૂલ શરૂ થવાના સમયે તથા સાંજે સ્કૂલ છૂટવાના સમયે સ્કૂલની બહાર પોલીસની ટીમ ગોઠવવામાં આવશે. હેલ્મેટ, લાઇસન્સ તેમજ કાગળો વગર જો કોઈ બાળક પકડાશે તો રૂ.2 હજારનો દંડ વસૂલવામાં આવશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top