દિવાળી પહેલા SBIએ ગ્રાહકોને આપી મોટી ભેટ

આવતીકાલથી ગ્રાહકોને થશે ફાયદો

દિવાળી પહેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ પોતાના ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. બેંકે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે, જે 10 ઓક્ટોબરથી અમલમાં આવશે. 

એસબીઆઇએ જાહેર કર્યું નિવેદન 

આ સંદર્ભમાં એસબીઆઇએ જણાવ્યું છે કે, 'તહેવારમાં ગ્રાહકોને લાભ આપવા માટે બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે એક વર્ષ માટે નવા એમસીએલઆર દર 8.15 ટકાથી ઘટીને 8.05 ટકા થયો છે. નવો દર 10 ઓક્ટોબરથી લાગુ થશે.

4 ઓક્ટોબરે RBIએ કરી હતી જાહેરાત 

જણાવી દઇએ કે, 4 ઓક્ટોબરે અર્થ વ્યવસ્થાને વેગ આપવાના પ્રયત્નોના ભાગરૂપે ભારતીય રિઝર્વ બેંકે પોતાની મુખ્ય નીતિ દરમાં સતત પાંચમી વખત ઘટાડો કર્યો હતો. નાણાંકીય નીતિ સમિતિની સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટ 25 બેસિસ પોઇન્ટ ઘટાડીને 5.15 ટકા કરી દીધો હતો, જેનાથી આ વર્ષે રેપો રેટ 135 બેસિસ પોઇન્ટે પહોંચી ગયો હતો. અગાઉ આ દર 5.40 ટકા હતો. નવ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ ખૂબ નીચે આવી ગયો છે. રિવર્સ રેપો રેટ 4.9૦ ટકા અને બેંક દર 5.40 ટકા કરી થઇ ગયો છે.

શું છે એમસીએલઆર?

બેન્કિંગ સેક્ટરના રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ, 2016થી, ધિરાણની સીમા પર આધારિત એમસીએલઆર શરૂ કરી હતી. આ પહેલા તમામ બેંકો બેઝ રેટના આધારે ગ્રાહકો માટેના વ્યાજ દરને નક્કી કરતી હતી.

બેઝ રેટ શું છે?

બેઝ રેટ એ ન્યૂનતમ દર છે કે જેના પર બેંકો પોતાના ગ્રાહકોને લોન આપી શકે છે. કોઈ પણ બેંક કોઈપણ ગ્રાહકને બેઝ રેટથી નીચે લોન આપતી નથી તેનું નિરીક્ષણ રિઝર્વ બેંક કરે છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top