PM મોદીના નામે શશી થરૂરનો ખુલ્લો પત્ર

લખ્યું- મન કી બાત ક્યાંક મૌન કી બાત ન બની જાય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પીએમ મોદીના નામે પત્ર લખીને તેમના પર નિેશાન સાધ્યુ છે. પત્રમાં તેઓએ કહ્યું કે આપણું લોકતંત્ર આપણને કોઈની આલોચના કરવાનો અધિકાર આપે છે. એવામાં કોઈની આલોચનાને દેશદ્રોહની જેમ જોવી અને આવું કરનારાઓ વિરુદ્ધ કેસ નોંધવો ખોટું છે.

ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મકાર અનુરાગ કશ્યપ સહિત મૉબ લિન્ચિંગ પર સરકારને પત્ર લખનારા અન્ય વિરુદ્ધ કેસ નોંધવાને લઈ કોંગ્રેસ નેતાએ પોતાનો પત્ર ટ્વીટ કરી પ્રતિક્રિયા રજુ કરી.

તેઓએ પીએમ મોદીના એક જૂના ભાષણનો હવાલો આપતા કહ્યું કે પીએમ જી, તમે વર્ષ 2016માં યૂએસ કોંગ્રેસને સંબોધિત કરતા ભારતના બંધારણને પવિત્ર પુસ્તક ગણાવ્યું હતું. તમે કહ્યું હતું કે ભારતનું બંધારણ તમામ નાગરીકોને સ્વતંત્રતા, અભિવ્યક્તિ, ભાષણ અને સમાનતાનો અધિકાર આપે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top