દેશને આજે મળશે પહેલું રાફેલ ફાઈટર જેટ

દશેરાના અવસરે ત્યાં જ કરશે શસ્ત્ર પૂજન પછી ભરશે રાફેલમાં ઉડાન

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મેક્રો સાથે બેઠક કરશે અને બોર્ડોક્સમાં તે પહેલું રાફેલ જેટ વિમાન મેળવશે. બોર્ડોક્સમાં જ તે દશેરાના અવસરે શસ્ત્ર પૂજા કરશે અને રાફેલમાં ઉડાણ ભરશે.

સિંહે સોમવારે પેરિસ પહોંચવા પર ટ્વીટ કર્યું, 'ફ્રાન્સ પહોંચીને ખુશી થઈ. આ મહાન દેશ ભારતનો મહત્વનો વ્યૂહાત્મક ભાગીદાર છે અને આપણો વિશેષ સંબંધ ઔપચારિક સંબંધોના ક્ષેત્રથી આગળ છે. ફ્રાન્સની મારી યાત્રાનું લક્ષ્ય બંન્ને દેશો વચ્ચેના વર્તમાન સામરિક ભાગીદારીનો વિસ્તાર કરવાનો છે.'

ફ્રાન્સની રાજધાનીમાં એલ્સી પેલેમાં મેક્રો સાથે મીટિંગ બાદ સિંહ દક્ષિણ પશ્ચિમી ફ્રાન્સીસી શહેર બોર્ડોક્સ જશે જ્યાં તે ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવેલા પહેલા રાફેલ લડાકુ જેટને સોંપવાના કાર્યક્રમમાં ભાગ લેશે.

Share This:  

Recent Comments

Leave Comments

Top