સરકારને મળ્યું સ્વિસ બેંકના ખાતાધારકોનું લિસ્ટ

કાળા નાણાના કુબેરોનો થશે પર્દાફાશ

વિદેશી જમીનમાંથી કાળા નાણાં અંગે માહિતી મેળવવાના મામલે મોદી સરકારે મોટી સફળતા હાંસલ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડની સરકારે બેંક ખાતાઓ સાથે સંબંધિત પ્રથમ માહિતી ભારત સરકારને સુપરત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા સ્વિસ બેંકમાં ખોલવામાં આવેલા ભારતીય ખાતાઓ અંગેની માહિતી સરકારને સુપરત કરવામાં આવી છે. ભારત એવા પસંદગીના દેશોમાંથી એક છે જેમને આ માહિતી મળી રહી છે.

સ્વિટ્ઝર્લેન્ડના ટેક્સ વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી માહિતી 2020માં ભારત સરકારને સુપરત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ વિશ્વના 75 દેશોના સ્વિટ્ઝર્લન્ડમાં લગભગ 31 લાખ ખાતા છે જે રડાર પર છે, તેમાં ભારતના ઘણા ખાતાઓ સામેલ છે.

સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પાસેથી માહિતી મળ્યા પછી સરકારી સૂત્રો કહે છે કે જે માહિતી મળી છે તેમાં તમામ ખાતા ગેરકાયદેસર નથી. સરકારી એજન્સીઓ હવે આ મામલે તપાસ શરૂ કરશે, જેમાં ખાતાધારકોના નામ, તેમના ખાતાની માહિતી શેર કરવામાં આવશે અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વિદેશમાં જમા કાળુ નાણું પરત લાવવું એ મોદી સરકાર માટે મોટો મુદ્દો છે, પછી ભલે તે 2014ની ચૂંટણી હોય કે 2019ની ચૂંટણીઓ, સ્વિટ્ઝરલેન્ડની સરકાર સાથે માહિતી એકત્રિત કરવા સતત સંપર્ક કરવામાં આવતો હતો. હવે કાળા નાણાં સામેની આ લડતમાં મોદી સરકારને સફળતા મળી છે.

સ્વિસ બેંકમાં ભારતીઓના કેટલા પૈસા?

આ અગાઉ જૂન 2019માં સ્વિસ નેશનલ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે, સ્વિસ બેંકોમાં ભારતીયો દ્વારા જમા થાપણોમાં ઘટાડો થયો હતો. 2018ના ડેટા અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીયોના માત્ર 6757 કરોડ જ જમા છે. તેમ છતાં, તેમાંથી કેટલું કાળું નાણું છે અને કેટલું નહીં, તેની જાણકારી સ્વિસ બેંકે આપી નથી.

અગાઉના અહેવાલમાં એ પણ બહાર આવ્યું હતું કે, સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા ભારતને સુપરત કરવામાં આવેલી માહિતીમાં એવી ઘણી માહિતી છે કે, જે લોકો ત્યાં બેંકોમાં પૈસા રાખે છે તેમની સામે મજબૂત કેસ તૈયાર કરી શકાય છે. આ સોદાની સંપૂર્ણ વિગતો સ્વિટ્ઝર્લેન્ડની સરકાર દ્વારા દરેક ખાતામાં લેણ-દેણનું સમગ્ર વિવરણ આપવામાં આવ્યુ હતું, જે એક દિવસ પણ 2018માં સક્રિય રહ્યો હોય.

Share This:  

Recent Comments

Leave Comments

Top