પાકિસ્તાને હાફિઝ સઈદ વિરુદ્ધ નથી કરી કોઈ કાર્યવાહીઃ FATF

કહ્યું- અન્ય આતંકીઓ પરના પ્રતિબંધોને સંપૂર્ણ રીતે નથી કર્યા લાગુ

ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(એફએટીએફ)ના એકમ એશિયા પૈસિફિક ગ્રુપ(અપીજી) પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. તેણે પોતાના રિપોર્ટમાં આ નિષ્કર્ષ કાઢ્યું છે કે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિ 1267 દ્વારા 26/11ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ અને જમાત ઉદ-દાવા સાથે સંબંધિત અન્ય આતંકીઓ પર લગાવાયેલા પ્રતિબંધોને સંપૂર્ણ રીતે લાગુ નથી કર્યા.

એપીજીનું કહેવું છે કે, આ રવૈયો લશ્કર-એ-તૈયબાના આતંકીઓ સાથે પણ છે. એપીજીએ મ્યૂચ્યુઅલ ઈવૈલૂએશન રિપોર્ટ ઑફ પાકિસ્તાન નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશને પોતાના ધન શોધન કે આતંકી વિત્તપોષણના જોખમોની ઓળખ, આંકલન અને સમજ હોવી જોઈએ. જેમાં પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સમૂહો જેવા કે દાએશ, અલ-કાયદા, જમાત-ઉદ-દાવાથી લઈ જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકી સમૂહો સાથે જોડાયેલા જોખમ સામેલ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને યૂએનએસસીઆરની પ્રતિબંધ સમિતિ 1267 દ્વારા સૂચૂીબદ્ધ કરાયેલા વ્યક્તિઓ અને સંગઠનો વિરુદ્ધ પર્યાપ્ત પગલા ઉઠાવ્યા નથી. ખાસકરીને લશ્કર-એ-તૈયબા, જમાત ઉદ-દાવા અને ફલાહ-એ-ઈન્સાનિયત સહિત અન્ય સંગઠન સામેલ છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top