આ દિવાળીએ ઘરે બનાવો ચટપટું બટાકાનું અથાણું

એક વાર ખાશે તે આંગળીઓ ચાટતું રહી જશે

તમે અત્યાર સુધી કેરીથી લઈને ગાજર સુધી વિવિધ પ્રકારના અથાણાં ખાધા હશે, પરંતુ આ વખતે અમે તમને એક અથાણું જણાવીશું, જેના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. જો તમે તહેવારોમાં મીઠાઈ ખાઈને કંટાળ્યા હોવ, તો પછી આ દિવાળીએ ટ્રાય કરો આ ઘરેલું મસાલેદાર બટાકાના અથાણું… જે લોકો તેને ખાશે તેઓ આંગળીઓ ચાટતા રહેશે. ચાલો જાણીએ કે આ સ્વાદિષ્ટ અથાણું કેવી રીતે બનાવવામાં આવે છે.

બટાકાનું અથાણું બનાવવા માટેની સામગ્રી

4 મીડિયમ સાઈઝના બટાકા
1/2 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી સુકી કેરીનો પાવડર
1/2 ચમચી હળદર પાવડર
2 ચમચી રાઈ પાવડર
1 વાટકી સરસવનું તેલ
સ્વાદાનુસાર મીઠું

બટાકાનું અથાણા કેવી રીતે બનાવશો

-બટાકાનું અથાણું બનાવવા માટે, પહેલા બટાકાને ધોઈ લો અને તેને ઉકાળો અને ઠંડા કરો. 
-બાફેલા બટાકા ઠંડા થયા પછી તેની છાલ કાઢી નાંખો અને નાના નાના ટુકડા કરી લો.
-કાપેલા બટાકામાં કેરીનો પાઉડર, હળદર, લાલ મરચું, રાઈ અને મીઠું નાખો.
-હવે ઉંચા તાપે એક પેન મૂકો અને ગરમ થાય એટલે તેમાં તેલ નાંખો. તેલ સારી રીતે ગરમ થાય ત્યારે તેમાંથી ધુમાડો નીકળશે ત્યારે ગેસ બંધ કરી દો. હવે તેલને ઠંડુ થવા દો.
-સરસોના તેલને થોડું-થોડું કરી બટાટામાં નાખતા જાઓ અને મિલાવતા જાઓ. અડધું તેલ અલગ રાખો.
-તમારું બટેટાંનું અથાણું તૈયાર છે હવે આ અથાણાને કાચની બરણીમાં ભરી લો, એ વખતે બાકીનું તેલ ઉપરથી ઉમેરો અને ઢાંકણ પણ બંધ કરી લો.
-હવે આ બરણીને 2-3 દિવસ સુધી તડકામાં રાખો. તેને દિવસમાં બે વાર હલાવો જેથી તેલ અને મસાલા બરાબર ભળી જાય.
-બટાટાનું અથાણું 3 દિવસ પછી ખાવા લાયક થઈ જશે. તમે તેને રોટલી અથવા ભાત સાથે ખાઈ શકો છો. તમે તેને 10-15 દિવસ સુધી રાખી શકો છો.

Share This:  

Recent Comments

Leave Comments

Top