નવરાત્રી 2019: માં જગદંબાની આ 5 વાતો તમારા જીવનમાં ભરશે નવી ઉર્જા

માં દુર્ગાના સ્મીત અને આંખોમાંથી મળે છે આ બોધપાઠ

દેવી દુર્ગાએ આપણને શીખવાડ્યું છે કે શક્તિ સ્વતંત્ર છે અને એના માટે જવાબદારી લેવી પડશે. માં દુર્ગાના પ્રેરક જીવને લાખો લોકોને તાકાત આપી છે. જો તમે તમારા જીવનમાં આ વાતો લાગુ કરશો, તો તમે એક મહાન વ્યક્તિ બની જશે.

પોતાને શાંત અને કેન્દ્રિત રાખો

દેવી દુર્ગાનું મનહોનક સ્મીત આકર્ષિત કરે છે અને આ સ્મીત દર્શાવે છે કે કોઈ પણ સ્થિતિ કેટલી પણ શક્તિશાળી કે કઠીન કેમ ન હોય, હંમેશા પોતાને શાંત અને કેન્દ્રિત રાખવા જોઈએ. માં દુર્ગાની આંખો જીવનમાં દૃષ્ટિનું ચિત્રણ કરે છે.

જીવનમાં વિભિન્ન ભૂમિકાઓનો અપનાવવી પડશે.

નવરાત્રીમા માં 9 અલગ-અલગ રૂપોમાં પ્રકટ થાય છે. સ્કંદ માતા, કૃષ્માંડા, શૈલપુત્રી, કાલરાત્રિ, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા અને સિદ્ધિદાત્રી. તેનાથી આપણને એ બોધપાઠ મળે છે કે આપણે સ્થિતિઓ અનુસાર નવી શૈલી, ઢંગ કે રૂખને અપનાવવા માટે તૈયાર રહેવું જોઈએ.

કંઈક ને કંઈક શીખતા રહો

ધાર્મિક કથાઓથી આપણને ખબર પડે છે કે માં દુર્ગા બ્રહ્મા, વિષ્ણુ અને શિવની શક્તિને એકઠી કર્યા બાદ દુનિયાને બચાવવા માટે બનાવવામાં આવી હતી. તેનાથી આપણને એ શીખ મળે છે કે જીવનમાં ખુલ્લુ મગજ રાખીને કંઈક ને કંઈક શીખતા રહેવું જોઈએ. આવો દ્રષ્ટિકોણ રાખીને તમે જીવનમાં કોઈ પણ કઠનાઈઓને દૂર કરી શકો છો.

પોતાના પર વિશ્વાસ રાખવો

દેવી દુર્ગાનું સપૂર્ણ અસ્તિત્વ શક્તિને અનુભવવા અને ડર પર કાબૂ મેળવવા વિશે છે. દેવી પાસે અખંડનીય આંતરિક શક્તિ છે. તે એક યોદ્ધા છે જે વાઘ પર સવારી કરે છે. જેનો અર્થ છે કે માં સદૈવ ભક્તોની મદદ કરે છે અને તે એવું એટલે કરી શકે છે કેમકે તેમને પોતાની શક્તિઓ પર પૂર્ણ વિશ્વાસ છે. માં ની જેમ તમને બસ પોતાના પર વિશ્વાસ કરવાનો છે અને હાર માનવાના વિચારને ખતમ કરવાનો છે કેમ કે સફળતા ક્યારેક-ક્યારેક લાંબા સમયગાળામાં મળે છે.

એક સમયમાં એકથી વધારે કાર્ય કરવું

દેવી દુર્ગાની 8 ભૂજાઓ છે અને માં એક સમયમાં એકથી વધારે કાર્યોને પૂર્ણ કરી શકે છે. જો તમે એક સારુ જીવન વ્યતિત કરવા માંગો છે, તો તમને ખબર હોવી જોઈએ કે એક જ સમયમાં અધિકથી અધિક કામ કેવી રીતે પૂરું કરવું જોઈએ કેમ કે આ ન ફક્ત કલાકો કે મિનિટોને બચાવશે, પરંતુ તમારા મસ્તિષ્કને પણ સક્રિય રાખશે. જો તમે આ કળામાં મહારત મેળવી શકો છો, તો તમારી પાસે સમય અને સંસાધનોની કમી નહીં હોય.

Share This:  

Recent Comments

Leave Comments

Top