કેન્સર સેલ સાથે સંકળાયેલી સ્મેલને ડોગ શોધી શકે છે

નોંધઃ તા.30-9-2019ના રોજ ગુજરાતમાં અગ્રણી દૈનિક ગુજરાત સમાચારના લેખક મેનકા ગાંધીનો લેખ વાંચકોને માહિતીપ્રદ બની રહે તે હેતુથી અહીં રજુ કર્યો છે- 'જન મન ઈન્ડિયા'

ડોગ જમીન પર ઘસાઇને પોતાની ગુદા સાફ કરતો નજરે પડે તો સમજવું કે તે વોર્મસથી (કૃમિ) પીડાય છે


નસબંધી અને ગર્ભાશયના ઓપરેશનના કારણે ડોગ આળસુ બની જતા હોય છે. વધુ ખોરાક અને કોઇ કસરત નહીં કરવાના કારણે તે વધુ પડતા વજનવાળા થઇ જાય છે. આવું બિલાડીના કિસ્સામાં પણ થાય છે

પ્રેગનન્ટ મહિલાએ  બિલાડી સાથે ના રહેવું જોઇએ એવી પણ એક માન્યતા છે. ગર્ભને ટોક્સોપ્લાસ્મોસીસનું જોખમ રહેલું હોય છે...

હજારો વર્ષોથી માનવ જાત કૂતરા અને બિલાડી પાળતા આવ્યા છે છતાં કેટલીક પાયા વિનાની અને અંધ માન્યતાના કારણે તેમજ પોતાની કેટલીક માન્યતાના કારણે આ બિચારા પ્રાણીઓ પર યાતના ગુજારવામાં આવે છે . અહીં આવી કેટલીક માન્યતાઓ આપવામાં આવી છે. 

જેમકે બિલાડી જ્યારે ઘોઘરો અવાજ કાઢે છે તે અપશુકનિયાળ ગણાય છે.  હકીકત એ છે કે સામાન્ય રીતે બિલાડીના બચ્ચાં ૪૮ કલાકના થાય ત્યારે આવો અવાજ કાઢતા હોય છે. જ્યારે બચ્ચાંને તેની  માં ચાટીને સાફ કરતી હોય ત્યારે પણ મા અને બચ્ચાં બંને આવો ઘોઘરો અવાજ કાઢતા હોય છે.  જ્યારે તેને કોઇ વાતથી સંતોષ થાય ત્યારે પણ તે આવો અવાજ કાઢે છે. પરંતુ જ્યારે તે ભયમાં હોય કે સામે જોખમ ઉભુંં હોય ત્યારે પણ તે આવો અવાજ કાઢે છે.

એકલ દોકલ રખડતી બિલાડીઓ ભાગ્યેજ જોવા મળે છે તે ગૃપની નજીક રહે છે અને જ્યાં ખોરાક હોય ત્યાં ફરે છે. બિલાડીઓને નિશાચર કહે છે. પરંતુ હકીકત એ છે કે તે ધૂળીયા વાતાવરણમાં પણ જોઇ શકે છે. ઝાંખા અજવાળામાં તે પોતાના નાના ઉંદર જેવા શિકારને જોઇ શકે છે. 

માનવ જાતને જેટલી લાઇટ જોઇએ છે તેના અડધા કરતાં પણ ઓછી લાઇટ હોય તો પણ બિલાડી તેના શિકારને પકડી શકે છે. તેમ છતાં તે સાવ અંધારામાં જોઇ શકતી નથી. 

બિલાડીઓને પાણી ગમતું નથી. હકીકત એ છે કે મોટા ભાગની બિલાડીઓને  નહાવાનું ગમતું નથી. ઘણી બિલાડીઓ વહેતા પાણીને આશ્ચર્યથી જોયા કરે છે. કેટલીક નળ નીચે પંજો પલાળતી હોય છે. તેને નવડાવવી શક્ય નથી છતાં તે તમને કોઇ ઉઝરડો ના પાડી શકે એ રીતે તેને  નવડાવી શકાય છે.

શું બિલાડીને ખોરાકમાં માત્ર ફીશ આપીને જીવાડી શકાય? આ એટલા માટે શક્ય નથી કે ફીશ ખાવાથી તેમાંનું મેગ્નેશીયમ અને ઓઇલ બિલાડીના યુરીન ટ્રેક પર અસર કરે છે તેમજ રોગને નોંતરે છે. જો કુદરતી રીતેજ બિલાડીને ફીશ ખાવી પડે તો કુદરત તેને તરતા પણ શીખવાડી દે છે. બ્રિટનમાં બિલાડી ખુબ પળાય છે. ત્યાંના લોકો બિલાડીને ખાવાના મીટની પણ નિકાસ કરે છે.  કહે છે કે બિલાડીને નવ જીંદગી હોય છે. આ પણ પ્રાચીન સમયે ઈજીપ્તમાં કહેવાતું આવ્યું છે. જ્યાં નંબર ૯ ને ચમત્કારીક આંક કહેવાય છે.

ગોડ ઓટુમ કા ને નવ લાઇફ હતી. તે જ્યારે પણ અંધારી આલમને મળવા જતા ત્યારે જીવતા પાછા આવતા હતા. તેથી તેમને ૯ જીંદગી વાળા કહેવાતું હતું. એમ બિલાડી માટે પણ કહેવાય છે. આમ આ વાત બિલાડી સાથે જોડી દેવામાં આવી છે. એમ પણ કહે છે કે તે બિલાડી તેના પગ પર વધુ ભરોસો રાખે છે. બિલાડીના પગ ફ્લેક્સીબલ હોય છે. જો તે પડી જાય તો તેના પાસે પોતાના પગ વાળી દેવાની ક્ષમતા હોય છે. તે કુદરતી રીતેજ ફ્લેક્સીબલ હોય છે. એટલે પોતાને કોઇ ઇજા ના થાય એ રીતે ચડઉતર કરે છે. 

કહે છે કે બિલાડીને તેના ખોરાકમાં દૂધ બહુ ભાવે છે.  બિલાડીને દૂધ ભાવે છે એ વાત સાચી પણ તે જરુરી નથી હોતું. બિલાડીના બચ્ચાંને દૂધ આપવાથી ઝાડા થઇ જાય છે તે ભૂલવું ના જોઇએ.

પ્રેગનન્ટ મહિલાએ  બિલાડી સાથે ના રહેવું જોઇએ એવી પણ એક માન્યતા છે. ગર્ભને ટોક્સોપ્લાસ્મોસીસનું જોખમ રહેલું હોય છે. મહિલા જો કાચુ મીટ હાથમા રાખે તો તેને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે.   જે બિલાડી પાળેે  તેને ખોરાક તરીકે કાચું મીટ આપે છે . જેથી રોગની શક્યતા રહે છે. માટે પ્રેગનન્ટ મહિલાઓએ બિલાડીને સાથે ના રાખવી જોઇએ એમ કહેવાય છે.

બિલાડી પછી હવે ડોગની વાત કરીએ તો એમ કહે છે કે જે ડોગનું નાક ગરમ અને સૂકૂં હોય તેને બિમાર કહેવામાં આવે છે. જો કે હકીકત એ છે કે સૂકા નાક અને ડોગના આરોગ્યને કોઇ નિસ્બત નથી. સામાન્ય રીતે ડોગનું શરીરનું તાપમાન ૧૦૧ થી ૧૦૩ ડિગ્રી જેટલું હોય છે. તેમ છતાં ડોગને ઠંડી લાગે છે. તેના નાકમાંથી પાણી પડતું દેખાતું હોવા છતાં તેના કાનમાં ૧૦૫ ડિગ્રી ગરમી હોય છે.

એવું પણ જોવા મલે છે કે નાના કે જુનિયર ડોગ કરતાં મોટી ઉંમરના કૂતરાં તેના માલિકોના આદેશ વહેલાં ગ્રહણ કરતાં થઇ જાય છે. ખુબ મોટી ઉંમરના ડોગ કંઇ શીખી શકતા નથી કેમકે તેમને ઉંમર પ્રમાણે બહેરાશ આવી હોય છે અને આંખે ઓછુંં દેખાતું હોય છે. 

લોકોમાં એક માન્યતા એવી છે કે જે ડોગ પૂંછડી પટપટાવે છે તે કરડતો નથી. હકીકત એ છે કે પૂંછડી પટપટાવવી અને તેના ઉશ્કેરાટ વચ્ચે કોઇ સંબંધ નથી. પૂંછડી પટપટાવવી એ સામે વાળાને જોઇને અપાયેલું રીએક્શન માત્ર હોય છે.

તેનો ઉશ્કેરાટ કે એગ્રેસીવનેસ જોવી હોય તો તેના ઉભા કાન, એકીટસે જોવું, ઘૂરકવું, ભસવું વગેરેનો અભ્યાસ પણ કરવો જોઇએ.જો ડોગ જમીન પર ઘસાઇને પોતાની ગૂદા સાફ કરતો નજરે પડે તો સમજવું કે તે વોર્મસથી (કૃમિ) પીડાય છે. માત્ર કૃમિ વાળા ડોગ ગૂદા જમીન પર ઘસે છે એવું નથી ડાયેરીયા થયો હોય,એલર્જી થઇ હોય તે કડક ગુદા હોય તો પણ ગૂદા જમીન પર ઘસે છે.

કેટલાક ડોગ પોતાનો કે અને અન્યનો સ્ટૂલ ( અગાર- મળ) ખાતા જોવા મળે છે તેનો અર્થ એ થાય કે તેને કૃમિ થયા છે. આપણે અનેક વાર ડોગને બીજાના મળ ખાતા જોયા હશે. 

હકીકત એ છે કે તે આવું ખાય તેનો અર્થ એ પણ નથી કે તેને કૃમિની સમસ્યા છે. કેટલાક ડોગ પોતાના નવજાત શિશુને સાફ કરવા તેનો મળ ચાટી લે છે તો કેટલાક પોતાની તરફ તેના માલિકનું ધ્યાન ખેંચાય એટલા માટે આવું કરે છે. 

ફીમેલ ડોગ એકવાર બચ્ચાં આપે પછી તેના ગર્ભાશયનું ઓપરેશન કરાવી લેવું જોઇએ. એમ કરવાથી તેને બ્રેસ્ટ કેન્સરનું જોખમ રહેતું નથી.

કેટલાક ડોગના જડબા સિવાઇ જાય છે. દરેક ડોગને ફેસના મસલ્સનો પ્રોબલેમ હોય છે. ક્યારેક તે આમ કરતા હોય છે. ડોગ ઘાસ ખાય એનો અર્થ એ નથી કે તે બિમાર છે. કેટલાક ડોગ ઘાસ ખાય છે અને પછી વોમીટ કરે છે. તેનો અર્થ એ નથી કે તે બિમાર છે. તેના પૂર્વજો પણ ઘાસ ખાતા હતા. જો એમ જોવા મળે તો તેના ડાયટમાં લીલોતરીનો સમાવેશ કરવો જોઇએ.

ડોગને જ્યારે એકલો ઘેર રાખવામાં આવે તો તે ઉશ્કેરાટ અનુભવે છે.તેને નિયમિત વેક્સીનેશન આપવામાં આવે તો તે રાહત અનુભવે છે. કેટલીક વેક્સીન જેવીકે ડીસ્ટેમ્પર અને રેબીસના બુસ્ટર ડોઝ આપ્યા પછી તેને દર વર્ષે આપવાની જરુર નથી હોતી. નસબંધી અને ગર્ભાશયના ઓપરેશનના કારણે ડોગ આળસુ બની જતા હોય છે.

વધુ ખોરાક અને કોઇ કસરત નહીં કરવાના કારણે તે વધુ પડતા વજનવાળા થઇ જાય છે. આવું બિલાડીના કિસ્સામાં પણ થાય છે.  એવી પણ માન્યતા છે કે ડોગ અને કેટ કલર બ્લાઇન્ડ હોય છે. જો કે હકીકત એ છે કે આ બંને બ્લ્યૂ અને ગ્રીન સારી રીતે જોઇ શકે છે.

બ્લ્યૂના અન્ય શેડ તેમજ પરપલ પણ તે જોઇ શકે છે. ડોગની આંખમાં કલર સેન્સીંગ સેલ્સ ઓછા હોય છે. પીટ બુલ્સ પ્રકારનો ડોગ બહુ ખૂંખાર હોય છે એવી માન્યતા છે. હકીકત એ છે કે તે જન્મથી ખૂંખાર નથી હોતો કે નથી તેના ડીએનએમાં હીંસાચાર જોવા મળતો.  તે ખૂંખાર ત્યારેજ બને છે કે જ્યારે તેમને આ પ્રકારની તાલિમ અપાય છે. જર્મન સેફર્ડ, રોટવ્લીયર્સ, ડોબરમેન અને ચોઝ પ્રકારના ડોગના જીન્સ એગ્રેસીવ હોય છે.

એક માન્યતા એવી છે કે ડોગ કેન્સર ડીટેક્ટ કરી શકે છે. હકીકત એ છે કે ડોગ કેન્સર સેલ સાથે સંકળાયેલી સ્મેલને શોધી શકે છે. એક અભ્યાસમાંતો એટલા સુધી જણાયું છે કે ડોગ કોલોરેક્ટલ કેન્સર (રેક્ટમ-મળાશય) સૂંધીને ડીટેકેટ કરવામાં ૯૮ ટકા સફળતા મેળવે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top