ત્રિશુલિયા ઘાટઃ આ કારણે સર્જાયો હતો અકસ્માત

ડ્રાઇવરની બાજુમાં બેઠેલા મુસાફરે જણાવી સમગ્ર ઘટના...

અંબાજી મંદિરે માં અંબાના દર્શન કરી પરત ફરી રહેલી યાત્રળુઓથી ભરેલી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી ખાઇ જતાં 22 યાત્રિકોના મોત નિપજ્યા હતા તથા 55થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ દાંતા પોલીસ દ્રારા ડ્રાઇવર વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે.

અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માત સમયે ડ્રાઇવરની બાજુમાં બેઠેલા એક મુસાફરે સમગ્ર ઘટના જણાવી હતી. 

તેમણે કહ્યું કે, તેઓ આ યાત્રામાં ત્રણ સાથીઓ સાથે જોડાયા હતા. બસ માતાના દર્શન કરીને પરત ફરી રહી હતી, બસ અંદરથી ફૂલ હોવાને કારણે તેઓ ડ્રાઈવરની બાજુમાં એન્જિનના પતરા પર બેઠા હતા. જ્યારે 5 જણા કેબિનમાં સીટો પર ગોઠવાયા હતા અને 3 લોકો સીડીમાં બેઠા હતા. 

તેમણે કહ્યું કે, બસે જ્યારે ઢાળ ચડીને જેવું ઉતરવાનું શરૂ કર્યું તેવી બસની સ્પીડ વધી જતાં ડ્રાઇવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બ્રેક ન લાગતાં ડ્રાઇવરે કહ્યું કે બસની બ્રેક ફેલ થઇ ગઇ છે. 

આથી ડ્રાઇવરે બસનો બચાવ કરવા સામે પથ્થર સાથે ટકરાવવાનો પ્રયાસ કર્યો, પરંતું સ્પિડ વધારે હોવાના કારણે બસ પથ્થરને ટકરાવાની જગ્યાએ ડિવાઇડર નજીક પલટી મારી ગઇ. તેમણે જણાવ્યું કે બાદમાં તેઓ અને બસમાં બેઠેલા અન્ય કેટલાંક લોકો બસની નીચે દટાઈ ગયા. 

જેમાંથી ધીરે ધીરે કરીને જે લોકો નીકળી શક્યા તે નીકળી ગયા. ત્યાર બાદ એમ્બ્યુલન્સ આવી અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. આ ઘટનામાં તેમના એક સાથીનું પણ મોત નીપજ્યું છે.   

Share This:  

Recent Comments

Leave Comments

Top