ત્રિશુલિયા ઘાટ પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસે મારી પલટી, 20ના મોતની આશંકા

PM મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

ગુજરાતમાં એક દુઃખદાયક માર્ગ અકસ્માત થયો છે. બનાસકાંઠાના અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક ભક્તોથી ભરેલી બસ પલટી ગઈ હતી, જેમાં અંદાજે 20 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.

Devastating news from Banaskantha. I am extremely pained by the loss of lives due to an accident. In this hour of grief, my thoughts are with the bereaved families.

The local administration is providing all possible help to the injured. May they recover soon.

— Narendra Modi (@narendramodi) September 30, 2019

જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર તમામ યાત્રીઓ આણંદ, નડિયાદ અને બોરસદના છે. બધા લોકો અંબાજી માં અંબાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોને દાંતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. અકસ્માત સમયે 65 થી વધુ યાત્રાળુઓ ખાનગી ટ્રાવેલ બસમાં સવાર હતા.

આ દુર્ઘટના બપોરે 4.30 વાગ્યે બની હતી. અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ બસ પર સવાર થઈ પાછા આવી રહ્યાં હતા. ત્યારે ત્રિશૂલિયા ઘાટની નીચે જતા અચાનક બસ પલટી ગઈ હતી.

Saddened by the loss of lives due to a road accident near Trisulia Ghat (On Danta road). Instructed officials to do needful. May those who have been injured recover at the earliest. I pray for the departed souls.

Om Shanti...

— Vijay Rupani (@vijayrupanibjp) September 30, 2019

Share This:  

Recent Comments

Leave Comments

Top