અંબાજીઃ ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસે મારી પલટી, 20ના મોતની આશંકા

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસ પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં લગભગ 20 લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે. 

મળતી માહિતી પ્રમાણે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસેથી એક ખાનગી લકઝરી બસ જઇ રહી હતી. તે દરમિયાન બસ અચાનક પલટી મારી ગઇ હતી. જેને પગલે બસમાં સવાર મુસાફરો બસ નીચે દટાઈ ગયા છે.  આ અકસ્માતમાં આશરે 20 લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. જ્યારે 15 જેટલા લોકો ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આ અકસ્માતના કારણે હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. હાઇવે પર અકસ્માતને પગલે ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં દાંતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top