...તો આ કારણે પોતાના કરતા મોટી ઉંમરની મહિલા તરફ આકર્ષાય છે પુરુષ

ઓછી ઉંમરની છોકરીઓની તુલનામાં વધારે ઉંમરની છોકરીઓમાં...

ભલે ભારતીય સમાજમાં વિવાહ માટે પુરુષોથી ઓછી ઉંમરની મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે પરંતુ જો પુરુષોને પૂછવામાં આવે તો તેમને વધારે પ્રમાણમાં મોટી ઉંમરની મહિલાઓ જ ગમતી હોય છે. અવાર-નવાર જોવામાં આવ્યું છે કે પુરુષ પોતાના કરતા મોટી ઉંમરની મહિલાઓ તરફ મોહિત થઈ જાય છે. 

સમજદારી

ઉંમરના અનુસાર સમજદારી પણ વધે છે. અવાર-નવાર છોકરીઓમાં વધતી ઉંમરના અનુસાર સમજદારી આવી જાય છે જેના કારણે તે છોકરાઓને પસંદ આવવા લાગે છે.

અનુભવ

કોઈ પણ મોટી ઉમરના માણસનો અનુભવ નાની ઉંમરના માણસથી વધારે હશે. જ્યારે છોકરા પોતાના કરતા મોટી ઉંમરની છોકરીઓમાં આ અનુભવ મેળવતા હોય છે તો તેમને લાગે છે કે આવી છોકરીઓ સાથે જીવન સરળતાથી પસાર થશે.

ગંભીરતા

છોકરી જ્યારે છોકરાથી ઉંમરમાં વધારે હશે તો સ્વભાવિક છે કે તે ગંભીર પણ હશે. દરેક સંબંધને લઈ આ ગંભીરતા છોકરાને ગમી જતી હોય છે.

ભાવનાત્મક મજબૂતી

ઓછી ઉંમરની છોકરીઓની તુલનામાં થોડી વધારે ઉંમરની છોકરીઓમાં ભાવનાત્મક રીતે મજબૂતી જોઈ શકાય છે. દરેક વાત પર રડવું કે નાની-નાની વાત પર રિએક્ટ ન કરવાના કારણે જ તે છોકરાઓની પહેલી પસંદ બની જતી હોય છે.

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસનો ઉંમર સાથે કોઈ લેવા-દેવા નથી. જો કોઈ છોકરી આત્મવિશ્વાસથી ભરેલી છે તો આ સ્વાભાવ છોકરાઓને ખુબ પસંદ આવતો હોય છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top