અહીં દવાઓ નહીં શરીર પર આગ લગાડીને કરાય છે દર્દીની સારવાર

100 વર્ષોથી અજમાવાઈ રહી છે આ થેરેપી

અત્યાર સુધી તમે ડોકટરોને દવાઓ અથવા જડીબુટ્ટીઓ દ્વારા રોગોની સારવાર કરતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય કોઈને શરીરમાં આગ લગાડીને રોગોની સારવાર કરતા જોયા છે? હા,ચીનમાં પણ આવું જ કંઈક થાય છે. તે એક એવી વિદ્યા છે જેનો ઉપયોગ ચીનમાં 100થી વધુ વર્ષોથી થઈ રહ્યો છે.

તેને 'ફાયર થેરેપી' કહેવામાં આવે છે. ચીનમાં ઘણા રોગોની સારવાર માટે ફાયર થેરેપીનો ઉપયોગ થાય છે. 'ઝાંગ ફેંગાઓ', જે આ પદ્ધતિથી લોકોની સારવાર કરે છે, તે તેમના કામ માટે ખૂબ પ્રખ્યાત છે.

ચીનમાં, કેટલાક લોકો ફાયર થેરેપીને એક ખાસ ઉપચાર માને છે, જેમાંથી તણાવ, હતાશા, અપચો અને કેન્સરની, વંધ્યત્વના ઈલાજને શક્ય માનવામાં આવે છે.

બેંઈજિંગના નાના એપાર્ટમેન્ટમાં ઝાંગ ફાંગાઓ લોકોને આ અનોખી રીતે સારવાર કરે છે. એક વેબસાઇટ અનુસાર, ઔષધિઓથી બનેલી પેસ્ટ દર્દીની પીઠ પર લગાવવામાં આવે છે અને પછી તેને ટુવાલથી ઢાંકી દેવામાં આવે છે. ત્યારબાદ તેના પર પાણી અને આલ્કોહોલ છાંટવામાં આવે છે અને દર્દીના શરીર પર આગ લગાડવામાં આવે છે. આ રીતે ફેંગો બીમારીઓની સારવાર કરે છે.

સારવારની આ પદ્ધતિ ચીનની પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે, જે મુજબ શરીરને ગરમી અને ઠંડક વચ્ચે સામંજસ્ય આપવા પર ભાર મૂકવામાં આવે છે. ઝાંગ ફેંગાઓ મુજબ શરીરની ટોચની સપાટી અંદરની ઠંડકને દૂર કરીને ગરમ કરવામાં આવે છે.

નોંધઃ મજાક કે મસ્તી માટે આ અખતરો ન કરવાની અમે સલાહ આપીએ છીએ...

Share This:  

Recent Comments

Leave Comments

Top