LICમાં બમ્પર નોકરીની તક, આજે જ કરો એપ્લાય

1 ઓક્ટોબર સુધી કરી શકશો અરજી

LIC Assistant Notification 2019: જીવન વીમા નિગમે દેશભરમાં આસિસ્ટન્ટની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. 

જીવન વીમા નિગમ ઓફ ઇન્ડિયાએ દેશભરમાં એલઆઈસી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી શરૂ કરી છે. જેમાં દેશભરમાં એલઆઈસી આસિસ્ટન્ટની આઠ હજાર જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. 

17 સપ્ટેમ્બરથી આ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ગઈ છે. આમાં, અરજી કરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર, 2019 રાખવામાં આવી છે. ઓનલાઈન પરીક્ષા આવતા મહિને 21 અને 22 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એલઆઈસી આસિસ્ટન્ટની જગ્યાઓ પર ભરતી પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષાના આધારે કરવામાં આવશે. 

આ જગ્યાઓ પર ભરતી માટે અનેક સંસ્થાઓ દ્વારા ઉમેદવારોને તૈયારી કરાવવામાં આવે છે. આમાં સામાન્ય જ્ઞાન સહિતના વિવિધ વિષયોના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ પદ માટે અરજીની યોગ્યતા ગ્રેજ્યુએટ રાખવામાં આવી છે.

આ રીતે થશે સિલેક્શન

એલઆઇસી આસિસ્ટન્ટની પોસ્ટ માટે પ્રિલીમ્સ અને મુખ્ય પરીક્ષાના આધારે ભરતી કરવામાં આવશે. આ બંન્ને પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં પાસ થનારા અરજદારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. ત્યાર બાદ પસંદગીના ઉમેદવારોની સૂચિ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવશે.

પોસ્ટ: LIC Assistant

પોસ્ટની સંખ્યાઃ 8000

આ રાજ્યોમાં નીકળી ભરતી 

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, ઓડિશા, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, આંદામાન અને નિકોબાર, તામિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક

અરજી ફી

જનરલ અને અન્ય માટે ફી રૂપિયા 600. 

SC/ST માટે ફી  રૂપિયા 50. 

Share This:  

Recent Comments

Leave Comments

Top