જામનગર લોક હિત રક્ષક સમિતિએ ટ્રાફિકના કાયદાનો કર્યો વિરોધ

તાત્કાલિક આ કાયદો હટાવવા કરી માંગ

જામનગર સહિત રાજ્યભરમાં નવા ટ્રાફિક કાયદાનો અમલ શરૂ થયો છે. ત્યારે લોક હિત રક્ષક સમિતિ જામનગર દ્વારા કાળા કાયદાનો વિરોધ કરી આવેદન પત્ર આપવામાં આવ્યું અને તાત્કાલિક આ કાયદો હટાવવા માંગ કરી છે.

જામનગર દ્વારા કાળા કાયદાનો વિરોધ કરી તાત્કાલિક આ કાયદો હટાવવા માંગ લોક હિત રક્ષક સમિતિ - જામનગર દ્વારા કરવામાં આવી છે. ત્યારે સમિતિના કન્વીનર જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલા નવા વાહન ધારામાં દંડની રકમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો કરાયો છે. હાલના આર્થિક બદહાલીના દિવસોમાં જામનગરની 40 ટકા પ્રજા રોજીંદી ર00થી રપ0ની કમાણી કરે છે અને મહિનામાં 15 દિવસ કામ પણ નથી મળતું ત્યારે આવા 'પડ્યા પર પાટું' જેવા ઘાટ પ્રજાનો થયો હોઈ તેવું જણાય રહ્યું છે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, લોકો આજે પેટ્રોલ પંપ પર હજુ પણ 30થી 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવે છે. ત્યારે લોકોની આર્થિક સ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી મોંઘા ભાવના હેલ્મેટ કેમ મેળવવા? તે સહિતના સવાલો પણ ઉઠાવ્યા હતાં. 

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને ટુ વ્હીલર પર લઈ નીકળશે ત્યારે સ્થિતિ વિકટ બનશે. તે જ રીતે આ દેશમાં પાઘડી પહેરનારો બહોળો વર્ગ છે તે હેલ્મેટ કેમ પહેરશે? તેવું જણાવી કાળો કાયદો રદ્ કરવા માંગ કરી હતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top