શિવસેનાએ ફરી ઉઠાવ્યો રામ મંદિરનો મુદ્દો

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- જલ્દીથી મંદિરનું નિર્માણ કરો

રામ મંદિર માટે કોર્ટનો નિર્ણય તરફેણમાં આવે છે તો શિવસેના તેના નિર્માણનો શ્રેય પર પોતાનો દાવો છોડી દેતી હોય તેવું લાગતું નથી. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામ મંદિરને લઇ જે નિવેદન આપ્યું છે તેનાથી શિવસેનાનો એવો જ હેતુ નજર આવી રહ્યો છે. 

ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ તાત્કાલિક થવું જોઈએ અને જો કોર્ટ દ્વારા આખી પ્રક્રિયા મોડી કરવામાં આવે તો વિશેષ કાયદો પણ પસાર થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેના દ્વારા રામ મંદિરનો મુદ્દો ઉઠાવવા માટે ઊંડો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બેસ્ટ બિલ્ડિંગમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમે રામ મંદિર માટે વિશેષ કાયદાની માંગ કરી છે. આપણે હવે વધુ રાહ જોવી ન જોઈએ, કારણ કે કોર્ટ દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે, તેથી વિશેષ કાયદો તાત્કાલિક પસાર થવો જોઈએ.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'અમને ખૂબ ગર્વ છે કે આપણે પહેલા રામ મંદિર માટે પહેલી ઈંટ લાવવાની વાત કરી હતી. બાબરી મસ્જિદની ઘટના બની ત્યારથી જ અમે કહ્યું હતું કે ત્યાં રામ મંદિર બનાવુ જોઈએ. સમગ્ર દેશમાં સૌપ્રથમ બાળા સાહેબ ઠાકરેએ જવાબદારી સંભાળી હતી.   

શિવસેનાના વડાએ પાકિસ્તાનમાં હિન્દુઓને પડતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 'મેં પહેલા પણ ઘણી વાર મુસ્લિમ ભાઈ-બહેનોને કહ્યું છે કે, પાકિસ્તાનમાં હિન્દુઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે ઈચ્છતા નથી કે ભારતમાં પણ મુસ્લિમ સમુદાય માટે સમાન પરિસ્થિતિઓ સર્જાય. 

અમે ક્યારેય આવી વસ્તુ અજમાવી નથી, કારણ કે આપણે આવી વસ્તુ ક્યારેય નથી માંગતા. પાકિસ્તાનમાં બનતી ઘટનાઓની માત્ર શાબ્દિક નિવેદનોથી નિંદા કરી શકાતી નથી. આ અંગે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આપણે ભારતમાં જીવી રહ્યા છીએ અને દેશના પક્ષમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે, આપણે તેમના પર એક થવું જોઈએ.

ઉદ્ધવ ઠાકરેના જણાવ્યા મુજબ શિવસેના ઈચ્છે છે કે દેશ રામ મંદિર પર જલ્દીથી નિર્ણય લે, સાથે જ સરકાર પણ રામ મંદિર માટે તાત્કાલિક કંઇક કરે.

Share This:  

Recent Comments

Leave Comments

Top