ભાલકાતીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ અને આહીર સમાજ દ્રારા શિખર મહોત્સવનું આયોજન

ત્રણ દિવસ સુધી યોજાશે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો

ગીર સોમનાથ જિલ્લાના ભાલકાતીર્થ ખાતે આહીર સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણના મંદિર પર ધ્વજારોહણ અને સોનાના શિખર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રીદિવસીય મહોત્સવનો પ્રારંભ રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે કરાયો.

સોમનાથના સાનિધ્યમાં ભાલકાતીર્થ પણ ઐતિહાસિક મંદિર છે, જેનું સંચાલન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 12 કરોડના ખર્ચે ભાલકાતીર્થ અધતન મંદિર બનાવવામાં આવ્યું છે. આહીર સમાજ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ભાલકાતીર્થ ખાતે ત્રીદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ વાસણભાઈ આહીરના હસ્તે કરવામાં આવ્યો. 

આહીર સમાજના લોકો તેમના મૂળભૂત પોશાક પહેરીને ભાલકાતીર્થ ખાતે પહોચશે. આ મહોત્સવમાં દરેક સમાજના લોકો જોડાશે. આ મહોત્સવમાં 108 દંપતીઓ ગુજરાત ભરમાથી સહભાગી બનશે અને પ્રસાદ ભોજન, સત્યનારાયણની કથા, રાસગરબા,  સહીતના કાર્યક્રમો યોજાશે. તેમજ 12,50,000ના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સોનાનું થાળુ ભાલકાતીર્થ મંદિર પર સુશોભીત કરી મઢવામાં આવશે.

આહીર સમાજના ઇષ્ટદેવ અને સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા ભાલકાતીર્થ મંદિર ખાતે આ ત્રીદિવસીય મહોત્સવ કરવાનો લાભ આહીર સમાજને મળ્યો છે. જેનો એક અનેરો આનંદ આહીર સમાજમાં જોવા મળી રહ્યો છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top