હવે સ્કર્ટમાં દેખાઈ પોલિંગ ઓફિસર

પહેલા પીળી સાડીમાં વાયરલ થયા હતા ફોટો

જો તમે ભૂલ્યા નહીં હોય તો, લોકસભાની ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળી ઓફિસરની તસ્વીરો ખૂબ વાયરલ થઈ હતી. હવે ફરી એકવાર આ મહિલા અધિકારીએ તેની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે.

પીળી સાડીવાળી મહિલાનું નામ રીના દ્વિવેદી છે, જે લખનૌના પીડબ્લ્યુડી વિભાગમાં જુનિયર સહાયકની પોસ્ટ પર કામ કરે છે.

હકીકતમાં, લોકસભાની ચૂંટણીમાં રીના મોહનલાલગંજના નગરામમાં મતદાન કરાવવા પહોંચી હતી અને આ દરમિયાન તેણે આ પીળી સાડી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ તસ્વીરે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવ્યો હતો.

વાયરલ થઈ રહેલી લખનૌની રીના દ્વિવેદીની આ તસવીર અંદામાન અને નિકોબાર આઇલેન્ડની છે.

રીના કહે છે કે તેને નાનપણથી જ ફીટ રહેવાનો શોખ છે. અહીં સુધી કે ડ્રેસની પસંદગી પણ તે એમ વિચારીને કરે છે, તે તેમાં સુંદર લાગે.

તમને જણાવી દઇએ કે રીનાને ફિલ્મ્સની ઑફર્સ મળી ચૂકી છે, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી છે. રીનાએ કહ્યું હતું કે તેમને ભોજપુરી ફિલ્મોની ઑફર્સ પણ મળી છે પરંતુ તેણે 13 વર્ષના દીકરાને કારણે ના પાડી.

Share This:  

Recent Comments

Leave Comments

Top