દેશની 25 હાઈકોર્ટમાં જજોના 414 પદો ખાલી

43 લાખથી વધારે પેન્ડિંગ કેસો પર અસર

દેશની 25 હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 414 જગ્યાઓ ખાલી છે. આ આંકડો આ વર્ષે અત્યારનો સૌથી વધુ છે. કાયદા મંત્રાલયના ડેટા અનુસાર, દેશની હાઈકોર્ટોમાં 1079 ન્યાયાધીશોની જગ્યાઓ સ્વીકૃત છે. 1 સપ્ટેમ્બરના રોજ 414 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓની સંખ્યા ઓગસ્ટમાં 409 અને જુલાઈમાં 403 હતી.

આ વર્ષે જૂનમાં 399 અને મેમાં 396 જગ્યાઓ ખાલી હતી. જેની સંખ્યા એપ્રિલમાં 399 અને માર્ચમાં 394 હતી. ફેબ્રુઆરીમાં 400 અને જાન્યુઆરીમાં 392 જગ્યાઓ ખાલી હતી. 25 હાઈકોર્ટમાં 43 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોની કોલેજિયમ હાઈકોર્ટ ન્યાયાધીશો માટેના ઉમેદવારોના નામની ભલામણ કરે છે. સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ટોચની અદાલતના પાંચ જજોની ખંડપીઠ નામોની ભલામણ કરે છે.

હાઇકોર્ટ કોલેજિયમ તેના ઉમેદવારોના નામની સૉર્ટ લિસ્ટ કરે છે અને કાયદા મંત્રાલયને મોકલે છે. આઇબી દ્વારા આ ઉમેદવારોનો બેકગ્રાઉન્ડ ચેક રિપોર્ટ મળ્યા બાદ મંત્રાલય તેને અંતિમ નિર્ણય માટે સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોકલે છે.

Share This:  

Recent Comments

Leave Comments

Top