આર્મી સ્કૂલમાં શિક્ષક બનવાની તક

8000 પદો પર વેકેન્સી, આ રીતે કરો એપ્લાય

જો તમે લાંબા સમયથી શિક્ષકની નોકરીની શોધ કરી રહ્યા છો, તો તમારા માટે સારી તક છે. ખરેખર, આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી (AWES)એ પીજીટી / ટીજીટી / પીઆરટીની 8000 પદો પર વેકેન્સી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2019 છે.

લાયકાત

PGT: કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ સાથે જ બી.એડની પરિક્ષામાં 50 ટકા વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ.

TGT: ગ્રેજ્યુએશનની સાથે બી.એડની પરિક્ષામાં 50 ટકાથી પાસ કરેલી હોવી જોઈએ.

PRT: ગ્રેજ્યુએશન ડિગ્રી, બી.એડ. અથવા 2-વર્ષનું ડિપ્લોમા / 4-વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સ

વય મર્યાદા

TGT/PRTના પદ માટે ઉમેદવારની ઉંમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જ્યારે PGT પદ માટે 29થી 36 વર્ષ નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, આરક્ષિત ઉમેદવારોને વયમર્યાદામાંથી છૂટ આપવામાં આવી છે, જેના માટે તમે સૂચના જોઈ શકો છો. 

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની લઘુત્તમ વય 26 વર્ષ અને મહત્તમ વય 26 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી

ઉમેદવારોએ ઇન્ટરનેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા 500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. તમને જણાવીએ કે, ઓલ ઓવર ઇન્ડિયાની કોઈપણ આર્મી સ્કૂલમાં ઉમેદવારોની નિમણૂક થઈ શકે છે.

સમય મર્યાદા 

આ પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 સપ્ટેમ્બર 2019 છે.

આ રીતે અરજી કરો

અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ aps-csb.in પર જઈને અરજી કરી શકે છે. 

Share This:  

Recent Comments

Leave Comments

Top