Ganesh Visarjan 2019: 12 સપ્ટેમ્બરે થશે વિસર્જન, જાણો શુભ સમય

ગણેશ પ્રતિમાના વિસર્જનું મહત્વ, વિસર્જનની વિધિ

10 દિવસ, શ્રી ગણેશજીની મૂર્તિ આપણા ઘરે, મંદિરમાં બિરાજમાન રહી અને હવે તેમની વિદાય થશે. આ 10 દિવસ માટે તેમને ખુશ કરવા માટે દરેક પ્રકારની સખત મહેનતથી તેમનું દરેક પ્રકારનું જતન કરવામાં આવે છે. તેમને વિવિધ પ્રકારના ભોગ આપવામાં આવે છે. તેમની પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે વિઘ્નહર્તાને પદ્ધતિસર વિધિ પૂર્વક વિસર્જન કરવામાં આવે છે. 12 સપ્ટેમ્બરના રોજ, ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તૂ જલ્દી આના સાથે બધા ગણશ ભક્તો વિઘ્નહર્તાનું વિસર્જન કરશે.

ગણેશ પ્રતિમાના વિસર્જનું મહત્વ

ભગવાન ગણેશજીના વિસર્જનનું પોતાનું આગવું મહત્વ છે. આ વિસર્જનમાં એક સંદેશ છુપાયેલો છે. માન્યતા અનુસાર, દેવી-દેવતાઓની મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરવાથી તેમનો અંશ તેમના લોક સુધી પહોંચે છે. ઉપરાંત, ગણપતિ વિસર્જનનો એક સાર એ પણ છે કે, જીવન નશ્વર છે, જેનો જન્મ થયો છે તેની મૃત્યુ નિશ્ચિત છે. પ્રકૃતિરૂપી બ્રહ્મમાંથી જીવન મળે છે અને એક દિવસ તેને અંતિમ બ્રહ્મરૂપી પ્રકૃતિમાં ભળી જવાનું છે.

ગણેશ પ્રતિમા વિસર્જનની વિધિ

સર્વ પ્રથમ, શ્રી ગણેશજીનું સ્વસ્તિવાચન કરવાનું વિધાન છે. શુદ્ધ લાકડાને ગંગાજળ અથવા ગૌમૂત્રથી પવિત્ર કરવું જોઈએ. તેના પર સ્વસ્તિક બનાવો અને તેને અખંડ રાખો અને ત્યારબાદ તેને લાલ કપડાથી સજાવો. ફૂલોથી સજાવો. લાલ ગુલાબથી સજાવવાનું વિશેષ મહત્વ છે. હવે, તેમની સ્થાપના સ્થળેથી આ લાકડા પર ગણેશજીને વિરાજમાન કરો.

વિરાજિત કર્યા બાદ તેની સાથે ફળો, ફૂલો, કપડા, દક્ષીણા અને 5 મોદક મુકો. માન્યતા અનુસાર, જૂના સમયમાં, યાત્રા માટેની તૈયારીઓ ઘરેથી નીકળતી વખતે કરવામાં આવતી હતી, તે જ ગણપતિજીની વિદાય દરમિયાન થવું જોઈએ. વિસર્જન પહેલાં આરતી કરો. ગણેશજીને ખુશી-ખુશી વિદાયની કામના કરો અને તેમના આશીર્વાદ લો અને તેમનું વિસર્જન પૂર્ણ આદર સન્માન સાથે કરો.

ગણપતિ વિસર્જનનો શુભ સમય

આ વખતે ગણેશ વિસર્જન 12 સપ્ટેમ્બર ગુરુવારે છે. ગણેશ વિસર્જન 12 સપ્ટેમ્બરના રોજ સવારે 7 વાગ્યેથી શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ બપોરે 3થી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે.

જો તમારે ઘરે ગણેશજીનું વિસર્જન કરવું હોય તો કોઈ કુંડામાં પાણી ભરો અને તેમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કરો અને ત્યારબાદ તેમાં માટી નાખો, ત્યાર બાદ તેમાં માટી નાખીને છોડ વાવી દો, પરંતુ તે વાસણમાં ક્યારેય તુલસીનો છોડ ન લગાવો કારણ કે તુલસી ભગવાન ગણેશને નથી ચઢાવાતી.

Share This:  

Recent Comments

Leave Comments

Top