PM મોદીને મળેલી 2700 ભેટોની થશે ઓનલાઈન હરાજી

લઘુત્તમ કિંમત રૂ.200 કરાઈ નક્કી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશથી ઘણી ભેટો મળી છે. તેઓ જ્યારે પણ કોઈ દેશની મુલાકાત લે છે, ત્યારે તેમને ઘણી વાર તે દેશના રાષ્ટ્ર પ્રમુખ દ્વારા કોઈ ન કોઈ ભેટ આપવામાં આવે છે. હવે તે ભેટોની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે 14 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી 2,700થી વધુ ભેટોની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. પ્રહલાદ પટેલે આ માહિતી આપી હતી. 

મંત્રીએ કહ્યું કે વડા પ્રધાનની કુલ 2,772 ભેટોની હરાજી ઓનલાઈન કરવામાં આવશે. તેમણે કહ્યું કે મેમોન્ટોની લઘુત્તમ કિંમત 200 રૂપિયા અને સૌથી વધુ કિંમત 2.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયેલી હરાજીમાં વડા પ્રધાનને મળેલી 1,800થી વધુ ભેટો વેચાઇ હતી. હરાજીથી મળેલા નાણાંને નમામી ગંગે પ્રોજેક્ટમાં દાન કરવામાં આવ્યા હતા.

Share This:  

Recent Comments

Leave Comments

Top